- ગુણવંતા હનુમાન દાદાની પરંપરાગત પલ્લી ભરાઇ
- પાટણના નગર રક્ષક ગુણવંતા હનુમાનનો પલ્લી મહોત્સવ ઉજવાયો
- ડાકલા, ઢોલ અને મંજીરાના તાલે મંદિર ગૂંજી ઉઠ્યું
- મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ પલ્લીના દર્શન કર્યા
પાટણ: પાટણ નગર (Patan City)ના 4 રક્ષક એવા ગુગણીના ગુણવંતા (Gunvanta Hanuman), બગવાડાના બળિયા, છીંડિયાના છેલછબિલા, જય સાંચરાને મળ્યા એવા ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ (Palli Mahotsav) આસો સુદ ચૌદસના ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. પલ્લી ઉત્સવને પગલે સમગ્ર મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટ્યા હતા. મંદિર ડાકલા, કાંસા અને ઢોલના તાલથી ગૂંજી ઉઠ્યું હતું. રાત્રે શુભ મુહૂર્તમા દાદાની દિવ્ય આરતી કરવામાં આવી હતી.
ગુણવંતા દાદાને નવ પ્રકારના નૈવેધ અર્પણ
આરતી બાદ એક મોટી છાબમાં 18 ખંડ બનાવી અને ગુણવંતા દાદાને નવ પ્રકારના નૈવેધ અર્પણ કરી પલ્લી ભરવામાં આવી હતી. આ પલ્લી મંદિરથી નીકળી હતી. ત્યારે 'રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી'ના નારાથી મંદિર ગૂંજી ઉઠ્યું હતું. પલ્લી મંદિરથી નીકળીને શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફરી હતી. લોકોએ આ પલ્લીના દર્શનનો લાભ લીધો હતો.