સમીના ગુજરવાડા ગામમાં સિંધવ પરિવારના પાંચ વ્યક્તિઓ શૌચાલયના શોષ કુવામાં પડી જતા ગેસ ગળતરથી ગુગળાઇ જવાથી અકાળે મોતને ભેટ્યા હતાં. આ ઘટના જાણી પડોશમાં રહેતી એક મહિલાનું હ્ર્દયરોગના હુમલાથી મોત થયું હતું. નાનકડા ગામમાં એક જ મહોલ્લાના 6 લોકોના મોત થતા ગામ સહિત પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. મૃતકોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગામ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
સમીના ગુજરવાડામાં એક સાથે 6 નનામી નીકળતા ગામ હીબકે ચડ્યુ - શોષ કૂવામાં પડવાથી મોત
પાટણ: જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામમાં શોષ કૂવામાં પડવાથી ગળતરથી ગુગળાઈ જવાથી એક જ પરિવારના પાંચ અને મહોલ્લાની એક મહિલાનું મોત થતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. જે તમામ 6 લોકોની અંતીમયાત્રા એક સાથે નીકળતા ગામ હિબકે ચડ્યું હતું.
patan
એક સાથે 6 નનામીઓ ગામમાંથી નીકળતા કરુણ ભર્યા દ્રશ્યો સર્જાયા હતા અને ગામ હિબકે ચડ્યું હતું. આ ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકોએ મૃતકોને અશ્રુભીની અંજલિ આપી હતી.