પાટણ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ
પાટણ: નગરપાલિકાના સત્તાધારી પક્ષના ઉપપ્રમુખ દ્વારા પ્રમુખ અને બોડીના સભ્યો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રાજીનામા મામલે સામાન્ય સભા મળી હતી. જેમાં શાસક અને વિપક્ષના સભ્યોએ સર્વાનુમતે ઉપપ્રમુખનું રાજીનામું મંજૂર કરતાં અનેક અટકળોનો અંત આવ્યો હતો.
પાટણ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ
ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થતાં પક્ષના ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ હતી. પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત મામલે ખાસ સભા બોલાવવામાં આવી હતી. પણ તે પહેલાં ઉપપ્રમુખે રાજીનામું આપી દેતાં સભા મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર બાદ સામાન્યસભા 29 જુલાઈના રોજ બોલાવી હતી. જેમાં સર્વાનુમતે ઉપપ્રમુખનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું હતું.