ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોનાના 4 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા

પાટણ જિલ્લામાં નોંધાયેલા COVID-19 પોઝિટિવ વ્યક્તિઓ પૈકી સારવાર બાદ 4 દર્દીઓના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવતાં તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને કારણે દર્દીઓમાં આનંદ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનું મેડિકલ સ્ટાફે તાલીઓથી અભિવાદન કર્યું હતું. આ તમામ દર્દીઓને હાલમાં કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવશે.

four patient discharged from hospital
પાટણમાં કોરોનાના 4 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં

By

Published : Apr 13, 2020, 5:18 PM IST

પાટણ : ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે તા.04એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલા સિદ્ધપુરની તમન્ના સોસાયટીના 52 વર્ષીય પુરૂષ તથા તા.05એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલા નેદરા ગામના અનુક્રમે 51 વર્ષિય, 43 વર્ષિય અને 22 વર્ષિય પુરૂષનો કોરોના પૉઝિટિવ રિપોર્ટ આવતાં આ તમામ દર્દીઓને ધારપુર હોસ્પિટલમાં આઈશોલેસન વોર્ડમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી.

પાટણમાં કોરોનાના 4 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં

સારવાર બાદ સરકારની ગાઈડલાઈન મુજબ 7 દિવસ બાદ ૨૪ કલાકના અંતરે લેવામાં આવેલા આ ચાર વ્યક્તિઓના COVID-19ના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેને કારણે દર્દીઓમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર દર્દીઓએ હોસ્પિટલના ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સેવાની સરાહના કરી હતી અને મેડિકલ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.

COVID-19ને હંફાવી સાજા થયેલા ચારેય વ્યક્તિઓને હાલમાં સાત દિવસ સુધી સિદ્ધપુર તાલુકાના દેથળી ખાતે આવેલી સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઑફ હૉટલ મેનેજમેન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલા ગવર્મેન્ટ કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવશે. ત્યાર બાદ તેમને પોતાના ઘરે જવાની રજા આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details