પાટણઃ ધારપુર મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપક ડૉ. નાયકને રૂપિયા 40 હજાર પગાર મળવાપાત્ર હોય છે. તેમણે યુનિવર્સિટીના કુલપતિનો ચાર્જ સંભાળ્યો, ત્યારે તેમને નિયમ મુજબ 10% ભથ્થું મળવાપાત્ર થાય છે, તેની જગ્યાએ બદલે કુલપતિ ડૉ. નાયકે માસિક 2.50 લાખ પગાર દસ મહિના સુધી લઈ 10 લાખની ખોટી રીતે ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરતી અરજી સંતોકબેન ઈશ્વરભાઇ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન દશરથભાઈ પટેલે પાટણ જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરીમાં કરી હતી.
ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ પર ઉચાપતનો આરોપ
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના તત્કાલિન ઈન્ચાર્જ કુલપતિ સામે ગેરકાયદેસર રીતે વધુ પગાર મેળવી 10 લાખની ઉચાપત કરી હોવાના આક્ષેપ કરતી અરજી જિલ્લા પોલીસ અધિક્ષકને મળી હતી, આ મામલે ASPએ બી ડિવિઝન પોલીસને તપાસનો આદેશ આપતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
યુનિવર્સીટીના પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ સામે ઉચાપતનો આક્ષેપ
આ અરજી અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષકે બી ડિવિઝન પોલીસને તપાસના આદેશ આપતા પોલીસે હાથ ધરી છે. યુનિવર્સિટીના કુલપતિએ ખોટો પગાર લીધો હોવાનો આક્ષેપ કરતી અરજીએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. આ મામલે ASPએ બી ડિવિઝન પોલીસને તપાસનો આદેશ આપતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 29, 2020, 11:42 PM IST