જિલ્લા આરોગ્ય તંત્ર ઓમીક્રોન વેરિઅન્ટને પગલે સતર્ક બન્યું
high risk દેશોમાંથી આવેલા 5 મુસાફરોને હોમ ક્વોરન્ટાઇન કર્યા
5 મુસાફરોના RTPCR ટેસ્ટ નેગેટિવ
પાટણ: કોરોનાની બીજી લહેરે સમગ્ર ભારતમાં હાહાકાર (Omicron variant in india)મચાવ્યો હતો, ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી (Omicron variant in gujarat) કોરોના વાઇરસ હળવો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનો નવો ઓમીક્રોન વેરિઅન્ટ (New Omicron variant of Corona virus) વિશ્વના અલગ-અલગ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તકેદારીના ભાગરૂપે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પણ બંધ કરી છે. છતાં કેટલાક પ્રવાસીઓ વિદેશથી ભારતમાં આવ્યા છે, અને આ નવા વેરિઅન્ટનો શિકાર બન્યા છે. પાટણ જિલ્લામાં આ નવા વેરિઅન્ટના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક અને સજ્જ બન્યું છે.
corona omicron variant: પાટણમાં high-risk દેશોમાંથી આવેલા 5ને હોમ ક્વોરન્ટાઇન કરાયા high risk દેશોમાંથી આવેલા 5 મુસાફરોને હોમ કોરેન્ટાઇન રાખવામાં આવ્યા
ઓમીક્રોન વાયરસ જે દેશોમાં વધુ ઝડપથી ફેલાઈ અનેક લોકોને સંક્રમિત કર્યા છે, તેવા જર્મનીમાંથી 2, ફ્રાન્સ, રોમાનિયા અને યુકેમાંથી કુલ 5 મુસાફરો પાટણ જિલ્લામાં આવ્યા છે. એરપોર્ટ ઉપર આ તમામના RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, છતાં તકેદારીના ભાગરૂપે પાટણ આરોગ્ય વિભાગ (District Health Department Patan) દ્વારા આ તમામ મુસાફરોને હોમ ક્વોરન્ટાઇન રાખવામાં (people from high risk countries given Home quarantine) આવ્યા છે. 8 દિવસ બાદ આ તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે.
સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારીને 1600 કરાઈ
high risk વગરના દેશોમાંથી પણ 76 જેટલા NRI મુસાફરો પાટણ જિલ્લામાં આવ્યા છે. આ તમામ મુસાફરોની તપાસ કરી હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે, તદુપરાંત કોરોનાની બીજી લહેર દરમિયાન જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 500થી 600ની હતી તે વધારીને 1600 કરવામાં આવી છે, તથા ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે સી.આર.સી મેડિકલ કોલેજ અને SDH ખાતે 20 પી એસ એ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
coronavirus new variant:એમિક્રોન વેરીએન્ટ સામે ગાંધીનગર સિવિલ તંત્ર તૈયાર
Omicron In India: સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી- 59 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, નિયમોનું પાલન કરવું જરૂરી