પાટણઃ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ખાતે આવેલ GPCC કંપનીમાં 8મી જુલાઈના સાંજે અચાનક આગ લાગી હતી. સોલાર પાર્ક ખાતે અગ્નીશામક સાધનોની વ્યવસ્થા ના હોવાને કારણે આગ બેકાબુ બની હતી અને જોત જોતામાં આગ યુનીટમાં પ્રસરી ગય હતી. આ આગની ઘટનાની જાણ થતા મામલદાર સહીતના અધીકારીઓ ચારણકા ખાતે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવા રાધનપુર નગર પાલિકા તેમજ કેન ઈન્ડીયા કંપનીના ફાયર ફાયટરને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા.
સોલર પાર્કની GPCC કંપનીમાં આગ ચારણકા સોલર પાર્કની GPCC કંપનીમાં આગ
- અગ્નીશામક સાધનોની વ્યવસ્થા નહીં હોવાને કારણે આગ બેકાબૂ બની
- રાધનપુરથી ફાયર ફાયટર પહોંચીને મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો
- GPCC કંપનીને એક કરોડ ઉપરાંતનુ નુકસાન થયું હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું
સોલર પાર્કની GPCC કંપનીમાં આગ
રાધનપુરથી ફાયર વાહનો ચારણકા પહોંચે તે પહેલા આગ ચારેબાજુ ફરી વળી હતી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દુર દુર સુધી દેખાતા હતા. સાંજે લાગેલી આગ રાત્રીના બે વાગ્યા બાદ કાબુમાં આવી હતી અને આગના બનાવને પગલે GPCC કંપનીને એક કરોડ ઉપરાંતનુ નુકસાન થયું હોવાનુ સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતુ. સોલાર પાર્કમાં લાગેલ આગના સમાચાર મળતા ગાંધીનગરથી GPCLના એમ.ડી અને CPO ચારણકા ખાતે સવારે દોડી આવ્યા હતા.
સાંતલપુરના ચારણકા સોલર પાર્કની GPCC કંપનીમાં આગથી કરોડોનું નુકસાન આ આગના બનાવ અને સોલારમાં અગ્નીશામક સુવિધાના પ્રશ્નનોના જવાબ GPCLના કર્મચારીઓએ આપવાનું ટાળયુ હતું. જયારે ચારણકા ખાતે આવેલ સોલાર પાર્કમાં લગભગ 35થી વધુ કંપનીઓના સોલાર પ્રોજેક્ટો શરુ થયેલા છે. આ તમામ કંપનીઓ પાસેથી એક મેગાવોટ દીઠ વાર્ષીક અઢી લાખ ઓએન્ડમનો ચાર્જ GPCL દ્વારા વસુલવામાં આવે છે. પરંતુ અગ્નિશામક સાધનો દરેક કંપનીએ પોતાના વસાવવા તેમજ કંપનીમાં આગ લાગે ત્યારે આગ ઓલવવાની જવાબદારી કંપનીની પોતાની હોવાનુ GPCLના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યુ હતું.