ગુજરાત

gujarat

ETV Bharat / state

Fake Doctors In Patan: પાટણમાંથી ડિગ્રી વગરના 2 તબીબોને SOG પોલીસે ઝડપ્યાં, 10 હજારનો મુદ્દામાલ જપ્ત

પાટણમાંથી ડિગ્રી વગરના 2 તબીબો (Fake Doctors In Patan)ની SOG પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઓડવાસ સામેથી ઇબ્રાહિમભાઇ મહંમદભાઇ શેખ તથા ખત્રીવાસ પાસેથી જયેશ જયંતભાઈ ખત્રી નામના બોગસ ડોક્ટરો ઝડપ્યાં છે. પોલીસે 10 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

Fake Doctors In Patan: પાટણમાંથી ડિગ્રી વગરના 2 તબીબોને SOG પોલીસે ઝડપ્યાં, 10 હજારનો મુદ્દામાલ જપ્ત
Fake Doctors In Patan: પાટણમાંથી ડિગ્રી વગરના 2 તબીબોને SOG પોલીસે ઝડપ્યાં, 10 હજારનો મુદ્દામાલ જપ્ત

By

Published : Mar 24, 2022, 4:50 PM IST

પાટણ: પાટણ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના 2 બોગસ તબીબો (Fake Doctors In Patan)ને પાટણ SOG પોલીસે ઝડપી લેતાં અન્ય બોગસ તબીબો (Bogus Doctors In Patan)માં ફફડાટ ફેલાયો છે. પોલીસે બંને તબીબો પાસેથી 10 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાટણજિલ્લામાં કેટલાય લેભાગુ ડિગ્રી વગરના તબીબો (Doctors Without Degree In Gujarat)એ પોતાની હાટડીઓ ચાલું કરી લોકોને દવાના નામે ખંખેર્યા છે.

આ પણ વાંચો:Bogus Doctor arrested in Surat: સુરતમાં ધોરણ 12 પાસ બોગસ ડોક્ટરે કયા કારણથી ક્લિનિક શરૂ કર્યું જુઓ, જાણીને ચોંકી જશો

ઓડવાસમાં બોગસ ડૉક્ટર ઝડપાયો- આવા ઊંટવૈદોના કારણે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે. ત્યારે આવા જ 2 ડિગ્રી વગરના ડૉક્ટરો પાટણમાંથી મળી આવ્યાં છે. પાટણ શહેરમાં બુકડીથી હર્ષનગર (bukdi harshnagar patan) જવાના માર્ગે ઓડવાસની સામે જોગમાયા મંદિર પાસે આવેલી એક દુકાનમાં બોગસ ડૉક્ટર (Health Facilities Patan) પોતાની હાટડીઓ ચલાવતાં હતાં.

આ પણ વાંચો:ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે 10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો- ઓડવાસ સામેથી ઇબ્રાહિમભાઇ મહંમદભાઇ શેખ તથા ખત્રીવાસ પાસે જયેશ જયંતભાઈ ખત્રી પોતે ડૉક્ટર ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડાં (Crime In Patan) કરી રહ્યા હોવાની બાતમી પાટણ SOG પોલીસને મળી હતી. પોલીસે આ બંને તબીબોને રંગે હાથે ઝડપી લેતાં અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ બંને બોગસ તબીબો પાસેથી 10 હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details