ગુજરાત

gujarat

ETV Bharat / state

Unseasonal Rain: પાટણમાં વર્ષો પછી કરા સાથે વરસ્યો વરસાદ, વાહનવ્યવહાર ઠપ્પ

પાટણમાં ભરઉનાળે આજે સાંજે કરા સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોએ ઠંડક અનુભવી હતી. જોકે, આ વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બીજી તરફ ઘણા વર્ષો પછી અહીં કરા પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

Unseasonal Rain: પાટણમાં ઘણા વર્ષો પછી કરા સાથે વરસ્યો વરસાદ, વાહનવ્યવહાર થઈ ગયો ઠપ્પ
Unseasonal Rain: પાટણમાં ઘણા વર્ષો પછી કરા સાથે વરસ્યો વરસાદ, વાહનવ્યવહાર થઈ ગયો ઠપ્પ

By

Published : Mar 18, 2023, 8:38 PM IST

એક કલાક સુધી ધોધમાર વરસાદ

પાટણઃશહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સર્જાયેલા વરસાદી વાતાવરણને પગલે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આજે (શનિવારે) સાંજે પાટણ પંથકમાં વાવાઝોડા સાથે કરા સાથે ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. આ કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ઉભા પાકો તેમજ તૈયાર થયેલા પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે

આ પણ વાંચોઃUnseasonal Rain: વરસાદથી લોકોએ તો ઠંડક અનુભવી પણ ખેડૂતોએ રોવાનો વારો આવ્યો, હજી 19મી સુધી આગાહી

એક કલાક સુધી ધોધમાર વરસાદઃવેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે છેલ્લા કેટલા દિવસોથી પાટણ જિલ્લાનું વાતાવરણ વાદળછાયુ બન્યું છે. એક અઠવાડિયા પહેલાં પાટણ શહેર સહિત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આજે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો ને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા.

પવન સાથે વરસાદઃ ત્યારબાદ ઠંડા પવન ફૂંકાતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોકે, ભરઉનાળે જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. પાટણ શહેર સહિત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનનો અને કરા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. તો વરસાદી પાણી માર્ગો ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા. તેના કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો. અહીં એક કલાક સુધી અનરાધાર વરસાદ વરસતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

કરા પડતા વાહનવ્યવહાર થંભી ગયોઃસાંજના સુમારે વાતાવરણમાં આવેલા એકાએક પલટાના કારણે અંધારપટ છવાયો હતો. ને જોતજોતામાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સાથે જ વિજળીના કડાકાં તેમ જ ભારે પવનો સાથે બરફના કરા સાથે એકાએક વરસાદ શરૂ થયો હતો. ત્યારે શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે માર્ગો ઉપર અફરાતફરી મચી હતી, જેને લઈ માર્ગો ઉપર વાહનવ્યવહાર થંભી ગયો હતો. પાટણ પંથકમાં ઘણા વર્ષો બાદ વરસાદ સાથે બરફના કરા પડતા બાળકો સહિત મોટા લોકોમાં પણ કરા જોઈ કુતુહુલ જોવા મળ્યું હતું. તો કેટલાક પરિવારોએ પોતાના ઘરના ધાબા કે આંગણામાં હાથમાં અને વાસણોમાં કરા એકત્ર કર્યા હતા.

આ પણ વાંચોઃUnseasonal Rain : રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદથી ક્યાક શિમલા જેવા દ્રશ્યો પણ ખેડૂતોને ઉપાદીનો માર

ખેડૂતો પાયમાલ થયાઃપાટણ સમી, શંખેશ્વર, રાધનપુર પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જેને કારણે કપાસ, રાઈડો, જિરૂં, દિવેલા ઘઉં, ચણા અને તમાકુના પાકોને ભારે નુકસાન થયું હતું. તો કેટલાક ખેતરોમાં પાક તૈયાર થઈ જતા કાપણી અને વિણી ચાલુ હોવાથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતો પાયમાલ થયા છે.

ABOUT THE AUTHOR

...view details