પાટણઃ નગરપાલિકાના કર્મચારીઓએ શહેરના મુખ્ય બજારો અને મહોલ્લા પોળો પાસે આવેલી કરીયાણા, મેડિકલ સ્ટોર્સ, દૂધની ડેરી જેવી આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે આવતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે અંતર જળવાઈ રહે અને કોરોના વાઇરસ ફેલાતો અટકાય તે માટે સફેદ પટ્ટાથી દુકાનો આગળ ગોળ રાઉન્ડ કર્યા છે અને દુકાનદારોને ટોળા ન કરવા તાકીદ કરી છે.
પાટણમાં દુકાનદારો અને ગ્રાહક વચ્ચે અંતર જાળવાવવા કરાયો અનોખો નુસખો
પાટણ નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને પગલે સરકારના માર્ગદર્શન મુજબ આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા આપેલા આદેશને અનુસાર દુકાનદારો અને ગ્રાહક વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે સફેદ રાઉન્ડ કરવામાં આવ્યા છે અને આ રાઉન્ડમાં ઉભા રહી ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે.
પાટણમાં દુકાનદારો અને ગ્રાહક વચ્ચે અંતર જળવાવવા રાઉન્ડ કરાયા
વડાપ્રધાને 24 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કર્યું છે, જેને લઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળશે કે નહીં તેવા ભયમાં લોકો ખરીદી માટે દુકાનોમાં પહોંચ્યા હતા અને દુકાન આગળ કરેલા કુંડાળામાં ઉભા રહી ખરીદી કરી હતી.
શાકભાજીની લારીઓ ઉપર પણ લોકોની ભારે ભીડ જામી હતી અને લોકોએ પોતાની સગવડ અનુરૂપ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ખરીદી કરી હતી.