ગુજરાત

gujarat

ETV Bharat / state

Hanuman Temple in Patan : પાટણમાં હનુમાનજીનું મંદિર શહેરના અબોલ જીવોની ઠારશે આતરડી, આ મંદિરનો છે અનોખો પ્રયાસ

પાટણમાં એક અનોખા હનુમાનજીના મંદિરે (Hanuman Temple in Patan) નિર્માણ થવા જઈ રહ્યું છે.આ મંદિરમાં હનુમાનજી દાદાનો શહેરના આસપાસ અબોલ જીવની આતરડી ઠારવા (Rotalya Hanuman Temple in Patan) એક ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે.

Hanuman Temple in Patan : પાટણમાં હનુમાનજીનું મંદિર શહેરના અબોલ જીવોની ઠારશે આતરડી, આ મંદિરનો છે અનોખો પ્રયાસ
Hanuman Temple in Patan : પાટણમાં હનુમાનજીનું મંદિર શહેરના અબોલ જીવોની ઠારશે આતરડી, આ મંદિરનો છે અનોખો પ્રયાસ

By

Published : Apr 8, 2022, 2:15 PM IST

પાટણ : પાટણ શહેરમાં એક એવા મંદિરનું નિર્માણ થયું છે કે જ્યાં હનુમાન દાદાને પ્રસાદમાં રોટલી કે રોટલા ચઢાવવામાં આવશે. અને આ પ્રસાદનો ઉપયોગ પણ જીવદયાના હેતુ માટે કરવામાં આવશે. તેથી આ મંદિરનું નામ શ્રી રોટલીયા હનુમાન (Rotalya Hanuman Temple in Patan) રાખવામાં આવ્યું છે. આગામી રામનવમીથી હનુમાન જયંતી (Hanuman Jayanti in Patan) સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

પાટણમાં હનુમાનજીનું મંદિર શહેરના અબોલ જીવોની ઠારશે આતરડી

આ પણ વાંચો :અનલોક-1માં સુરતનું અતિ પ્રાચીન અકળામુખી હનુમાનજીનું મંદિર ખુલ્યું

દર્શનાર્થે આવતા લોકો રોટલા કે રોટલી -સમગ્ર ભારત દેશમાં હનુમાન દાદાના અનેક મંદિરો પર સ્થાપિત કરાયેલા છે. જેમાં દાદાને તેલ, સિંદુર, સહિતના પ્રસાદ ચઢાવવામાં આવે છે. પરંતુ ધર્મનગરી પાટણ ખાતે એક અનોખા મંદિરનું નિર્માણ થયું છે. જેના દ્વારા મૂંગા જીવોની આંતરડી ઠારવાનો એક ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે. પાટણ શહેરની સેવાભાવી સંસ્થા સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરના હાંસાપુર લિંક રોડ ઉપર અશોકવાટિકામાં એક ઉમદા ઉદ્દેશ સાથે સાડા આઠ ફૂટની હનુમાનજીની પ્રતિમા સાથે રોટલીયા હનુમાન દાદાના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. અહીં દર્શનાર્થે આવતા તમામ ભક્તો પ્રસાદી (Prasadi at Hanuman temple in Patan) તરીકે માત્ર રોટલા કે રોટલી ચડાવી શકશે અને આ પ્રસાદ સાંજે આસપાસના વિસ્તારમાં સ્વાન, કપિરાજ, સહિતના મુંગા પશુ પક્ષીઓને ભોજન રૂપે અર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :Jamnagar Hanuman Temple: 2 વખત વર્લ્ડ રેકોર્ડ બનાવનારું જામનગરનું બાલા હનુમાન મંદિર બનશે ગુજરાતનું સૌપ્રથમ મંત્ર મંદિર, જાણો શા માટે

"અબોલ પશુઓની આંતરડી ઠારવા આ મંદિરનું કરાયું છે નિર્માણ" -મંદિરનું નિર્માણ કાર્ય કરનાર સિદ્ધહેમ સેવા ટ્રસ્ટના (Siddham Seva Trust) સંચાલક સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, આ મંદિરમાં હનુમાન દાદાને બાજરીના રોટલા અને રોટલી પ્રસાદ સ્વરૂપે ચઢાવવામાં આવશે. જીવદયા અને મૂંગા પશુઓની જઠરાગ્નિ ઠારવા માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તારીખ 10 એપ્રિલે રામનવમીથી (Ram Navami 2022) 16 એપ્રિલ એટલે કે હનુમાન જયંતી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આ મંદિરનો (Hanuman Temple in Patan) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

ABOUT THE AUTHOR

...view details