ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટયું, નવા 36 કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે અને તેની સામે સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી લોકોમાં ભારે રાહતની લાગણી અનુભવાઈ રહી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના સક્રિય કેસોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં ગુરુવારે 36 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 10,305 થયેલી છે.

કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો

By

Published : May 21, 2021, 12:00 PM IST

  • કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
  • જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 10,305 પર પહોંચ્યો
  • પાટણ શહેરમાં 9 કેસ નોંધાયા
  • પાટણ શહેરમાં પોઝિટિવ આંક 2,842 પર પહોંચ્યો

પાટણ:શહેરમાં 24 કલાકમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે અને નવા 9 પોઝિટિવ કેસો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે. ગુરુવારે નોંધાયેલા 9 કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2,842 થઈ છે. પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5, ચાણસ્મા તાલુકામાં 3, રાધનપુર શહેરમાં 3, સિધ્ધપુર શહેરમાં 2 અને તાલુકામાં 4, હારીજ તાલુકામા 3, સાંતલપુર તાલુકામાં 1 ,સરસ્વતી તાલુકામાં 3, સમી તાલુકામાં 3 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 10,305 ઉપર પહોંચ્યો છે. જયારે પાટણ શહેરમાં કુલ 2,842 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

આ પણ વાંચો: 80 ટકાથી વધુ સંક્રમિત હોવા છતાં યુવાને કોરોનાને હરાવ્યો

કુલ મૃત્યુઆંક 90 પર પહોંચ્યો

છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 119 દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ હતી. અત્યારે જિલ્લામાં 472 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. જ્યારે 367 દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 90 લોકોના મૃત્યુ નોંધાયેલા છે.

આ પણ વાંચો: પાટણ એસટી કર્મચારીઓએ કોરોનાથી મૃત્યુ પામેલા સાથી કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપી

જિલ્લામાં કોરોનાથી બેનાં મોત

પાટણની ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન બે દર્દીઓના મૃત્યુ થયા હતા. જેમાં ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામના 65 વર્ષના પુરુષ અને શંખેશ્વર તાલુકાના પંચાસર ગામની 37 વર્ષની મહિલા સારવાર દરમિયાન કોરોના સામે હારી ગયા હતા. જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 90 થયો છે.

ABOUT THE AUTHOR

...view details