ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો

પાટણ જિલ્લામાં બેકાબૂ બનેલા કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાએ શુક્રવારે પણ સતત ત્રીજીવાર બેવડી સદી નોંધાવી હતી. મંગળવારે 208 કેસ, ગુરુવારે 203 કેસ નોંધાયા પછી શુક્રવારે 202 કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 8,350 છે. જ્યારે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,388 છે.

patan
patan

By

Published : May 1, 2021, 8:58 AM IST

  • શુક્રવારે પાટણ શહેરમાં 21 કેસ નોંધાયા
  • તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં 27 કેસ નોંધાયા
  • જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,817


પાટણ :જિલ્લામાં શુક્રવારે નોંધાયેલા કેસોમાં પાટણ શહેરમાં 21 કેસ નોંધાયા હતા. જ્યારે તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં 27 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રાધનપુર શહેરમાં 10 કેસ અને તાલુકામાં 2 કેસ, સાંતલપુર શહેરમાં 4 અને તાલુકામાં 16 કેસ, સિધ્ધપુર શહેરમાં 3 અને તાલુકામાં 15 કેસ, ચાણસ્મા તાલુકામાં 11કેસ, સરસ્વતી તાલુકામાં 19, સમી શહેરમાં 13 કેસ અને તાલુકામાં 9 કેસ, શંખેશ્વર શહેરમાં 12 કેસ અને તાલુકામાં 12 કેસ, જ્યારે હારીજ શહેરમાં 2 અને તાલુકામા 7 કેસ નોંધાયા છે.

પાટણ
આ પણ વાંચો : દેશના કુલ 73.05 ટકા કોરોનાના કેસ માત્ર 10 રાજ્યોમાંથી જ નોંધાયા : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,817


જિલ્લામાં 506 દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. જ્યારે 1,350 દર્દીઓ હોમ આઈશોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. અત્યારે જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,817 થઈ છે.

પાટણમાં કોરોનાના સતત વધારો

આ પણ વાંચો : કોરોનાના નવા 3.86 લાખની સાથે દેશભરમાં કોરોનાનો હાહાકાર, 24 કલાક ચાલું છે સ્મશાન

ABOUT THE AUTHOR

...view details