ગુજરાત

gujarat

ETV Bharat / state

બિસ્માર માર્ગો ભાજપના નેતાઓના નામ સાથે જોડાયા

પાટણમાં કોંગ્રેસનો ભાજપ સરકાર પ્રત્યે અનોખો (Congress protest in Patan) વિરોધ સામે આવ્યો છે. પાટણના બિસ્માર બનેલા માર્ગો ભાજપ નેતાઓના નામ સાથે જોડાયા છે. (Patan Bad roads BJP name)

બિસ્માર માર્ગો ભાજપના નેતાઓના નામ સાથે જોડાયા
બિસ્માર માર્ગો ભાજપના નેતાઓના નામ સાથે જોડાયા

By

Published : Sep 23, 2022, 2:59 PM IST

Updated : Sep 23, 2022, 8:27 PM IST

પાટણ શહેરમાં કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગોનું ભાજપના નેતાઓના નામ સાથે (Congress protest in Patan) જોડયા છે. વોર્ડ નંબર 7,8 અને 10મા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઈપ લાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ બે વર્ષથી બીસ્માર બનેલા આ માર્ગો ડામર પેવર ન કરાતા આ કાર્ય કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓના નામ સાથે જોડી બિસ્માર માર્ગોનું નામકરણ કરી અનોખો વિરોધ કર્યો હતો.(Patan Bad roads BJP name)

બિસ્માર માર્ગો ભાજપના નેતાઓના નામ સાથે જોડાયા

બિસ્માર બનેલા માર્ગો ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ જુના ગંજ બજારથી જીણી રેત, નીલમ સિનેમા, કસાવાડો,મીરા દરવાજા, રાજકાવાડાથી કાલી બજારના વોર્ડ નંબર 7,8,અને10માં વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય માર્ગોનું ખોદકામ કરી સ્ટ્રોમ વોટર ડ્રેનેજની પાઇપ લાઇનો નાખવામાં આવી હતી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયાના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરને કામગીરી પૂર્ણ કર્યા બાદ ખાડા ખૈયાવાળા બનેલા આ માર્ગો રીપેરીંગ કર્યા નથી. છતાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને બીલના નાણા ચૂકતે કરી દેવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી બિસ્માર બનેલા આ માર્ગોની હાલત બત્તર બની છે. (Municipal functioning in Patan)

ધરણાંનો કાર્યક્રમઃ વધુમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં ડામરનું પેવર કામ કરવામાં નહીં આવતા. આજે ભાજપના નેતાઓના નામ જોડી આ બિસ્માર માર્ગોનું નામકરણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7, 8 અને 10ના માર્ગોને કારણે છેલ્લા બે વર્ષથી વાહન ચાલકો અને શહેરીજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. છતાં નગરપાલિકા દ્વારા રીપેરીંગ કામગીરી કરાતી નથી. આ માર્ગોનું ભાજપના નેતાઓ સાથેના નામકરણ બાદ આગામી દિવસોમાં સ્થાનિક રહીશોને સાથે રાખી ગોર ધરણાં વિતરણ કરવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણીનો માહોલ ચાલી રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષ જાગ્યું છે. (Bismar Margos Naming in Patan)

Last Updated : Sep 23, 2022, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details