પાટણ જિલ્લા ઓબીસી સમિતિના આગેવાનો, કાર્યકરો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો કરીને દેખાવો કર્યા હતા. તેમણે સરકારના આ પરિપત્રને રદ કરવાની માગ કરી અધિક નિવાસી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
પાટણમાં LRD મુદ્દે કોંગ્રેસ ઓબીસી સમિતિએ કલેકટરને પાઠવ્યું આવેદન
પાટણ: રાજ્યમાં LRD (લોક રક્ષક દળ)ની ભરતીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાટણમાં કોંગ્રેસ OBC સમિતિએ 1 ઓગસ્ટ 2018ના સરકારના પરિપત્રનો વિરોધ નોંધાવ્યો હતો. પાટણમાં કોંગ્રેસ ઓબીસી સમિતિએ ક્લેક્ટરને આવેદન આપ્યું હતું
પાટણ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગર ખાતે યુવતીઓ આ ઠરાવ રદ કરવાની માગ સાથે ઉપવાસ, ધરણા સહિત વિરોધ કરી રહ્યાં છે. જેના સંદર્ભે પાટણમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો.