ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના કોંગ્રેસ ધારાસભ્યએ કોરોનાની રસી લીધી

પાટણના જાગૃત ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ પાટણ જનરલ હોસ્પિટલ ખાતે ના કોરોના રસીકરણ કેન્દ્રમાં મંગળવારે કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ જ લીધો હતો અને રસી સંપૂર્ણ સલામત હોવાનું જણાવી જિલ્લાવાસીઓને કોરોના પ્રતિરોધક રસી લેવા માટે અપીલ કરી હતી.

કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે કોરોના પ્રતિરોધક રસી લીધી
કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે કોરોના પ્રતિરોધક રસી લીધી

By

Published : Apr 6, 2021, 9:56 PM IST

  • કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે કોરોના પ્રતિરોધક રસી લીધી
  • રસીની કોઈ આડઅસર થતી નથી: ડો.કિરીટ પટેલ
  • રસીકરણ મહાઅભિયાનમાં સહભાગી બનવા સૌને કરી અપીલ

પાટણ:કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવાના ભાગરૂપે સમગ્ર પાટણ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં તમામ નાગરિકો તથા 45 વર્ષથી 59 વર્ષ સુધીના કોમોડિટી ધરાવતા નાગરિકો રસીકરણ દ્વારા સુરક્ષિત થાય તે માટે વિશેષ ઝૂંબેશ આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ રસીકરણ ઝૂંબેશ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓના મોનિટરીંગ હેઠળ રસીકરણ કરવામાં આવે તેવી વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવી છે.

રસીની કોઈ આડઅસર થતી નથી: ડો.કિરીટ પટેલ

આ પણ વાંચો:અંબાજી ST ડેપોમાં 370 ડ્રાઈવર કન્ડક્ટરો માટે કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું

કિરીટ પટેલે રસી સંપૂર્ણ સલામત હોવાનું જણાવ્યું

મંગળવારે પાટણ જનરલ હોસ્પિટલ ખાતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોરોના રસીકરણ સેન્ટરમાં આવી પહોંચ્યા હતા અને અહીં ફરજ પરના આરોગ્ય કર્મચારી પાસેથી કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ તેઓ અડધો કલાક સુધી અહીયા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન રૂમમાં બેઠા હતા. ત્યારબાદ તેઓએ રસી સંપૂર્ણ સલામત હોવાનું જણાવી હતું. રસીની અફવાઓમાં આવ્યા વગર પોતાની અને પોતાના પરિવારજનોના આરોગ્યના રક્ષણ માટે કોરોના પ્રતિરોધક રસી લેવા માટે જિલ્લાવાસીઓને અપીલ કરી હતી.

આ પણ વાંચો:વેક્સિન લેવામાં સુરતીઓ મોખરે, માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ પણ લીધી કોરોના પ્રતિરોધક રસી

ધારાસભ્યની સાથે-સાથે પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ તેમજ પાટણ કોર્ટના બાર એસોસિએશનના સભ્ય આર.ડી દેસાઈએ પણ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર પરથી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details