પાટણમાં મળેલી બેઠકમાં દૂદ ઉત્પાદકો તેમજ મોટી સંખ્યામાં પશુપાલકોની બેઠક મળી હતી. જેમાં સરસ્વતી તાલુકાના અને પાટણ તાલુકાના 250 થી પણ વધુ દૂધ ઉત્પાદક મંડળીના પ્રધાનો તેમજ પશુપાલકોની ચૂંટણીને લઈ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વર્તમાન સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને સરકારી સંસ્થા બનવવાના પ્રયાસો થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પાટણમાં કોંગ્રેસને દૂધ ઉત્પાદકો તથા પશુપાલકોનું સમર્થન - LoksabhaElection
પાટણ: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણ લોકસભા મત વિસ્તારમાં આવતા દૂધ ઉત્પાદકો અને પશુપાલકોએ કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપ્યું હતું.
પાટણમાં કોંગ્રેસને મળ્યો દૂધ ઉત્પાદકો તથા પશુપાલકોનું સમર્થન
તો આ સાથે જ આ સરકારમાં પશુપાલકો અને દૂધ ઉત્પાદકો સાથે અન્યાય થતો હોવાથી આ વખતની ચૂંટણીમાં પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં કોંગ્રેસને જીતાડવા સમર્થન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટણના ધારાસભ્ય,જિલ્લા કોંગ્રેસ ઇન્ચાર્જ પ્રમુખ સહીત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.