ગુજરાત

gujarat

પાટણમાં ટ્રાવેલ એન્ડ ટુરિસ્ટ ગાઈડ કોર્ષનો સમાપન સમારોહ યોજાયો

By

Published : Nov 13, 2020, 10:58 PM IST

પાટણના ગોલાપુર ખાતે આવેલી બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે નાયબ માહિતી નિયામકના અધ્યક્ષસ્થાને ટ્રાવેલ એન્ડ ટુરીસ્ટ ગાઈડ કોર્ષનો સમાપન સમારોહ યોજાયો. જેમાં તાલીમાર્થીઓને તાલીમાંત્ર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા.

પાટણમાં ટ્રાવેલ એન્ડ ટુરિસ્ટ ગાઈડ કોર્ષનો સમાપન સમારોહ યોજાયો
પાટણમાં ટ્રાવેલ એન્ડ ટુરિસ્ટ ગાઈડ કોર્ષનો સમાપન સમારોહ યોજાયો

  • બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિસ્ટ ગાઈડ કોર્ષનો સમાપન સમારોહ યોજાયો
  • તાલીમ કોર્ષમાં 22 જેટલા રોજગારવાંચ્છુઓએ ભાગ લીધો
  • ઈતિહાસકારો, ટુરીઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો અને અંગ્રેજી પ્રાધ્યાપક સહિતના નિષ્ણાંતોએ તાલીમ આપી

પાટણઃ શહેરમાં બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા ટ્રાવેલ એન્ડ ટુરીસ્ટ ગાઈડ તાલીમ કોર્ષમાં 22 જેટલા રોજગારવાંચ્છુઓએ ભાગ લીધો હતો. 10 દિવસીય આ તાલીમમાં ઈતિહાસકારો, ટુરીઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો અને અંગ્રેજી પ્રાધ્યાપક સહિતના નિષ્ણાંતોએ વિષય સબંધિત તાલીમ આપી હતી. મૂળ વિષયની સાથે સાથે તાલીમાર્થીઓને કમ્યુનિકેશન સ્કિલ, બિહેવિયર અને બૉડી લેન્ગવેજ સહિતના સોફ્ટ સ્કિલ અંગે પણ તાલીમ આપવામાં આવી હતી.

પાટણમાં ટ્રાવેલ એન્ડ ટુરિસ્ટ ગાઈડ કોર્ષનો સમાપન સમારોહ યોજાયો

પ્રવાસીઓને વારસાથી માહિતગાર કરવા તાલીમાર્થીઓ સહાયરૂપ થશે

નાયબ માહિતી નિયામક અમિત ગઢવીએ જણાવ્યું કે, પાટણ શહેર અને આસપાસના વિસ્તારો સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. જેના લીધે પાટણમાં વર્ષભર મોટા પ્રમાણમાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવતા રહે છે. આ પ્રવાસીઓને વારસાથી માહિતગાર કરવા માટે તાલીમથી પ્રશિક્ષિત થયેલા તાલીમાર્થીઓ ખૂબ સહાયરૂપ થશે. ઉપરાંત તાલીમાર્થીઓ માટે સ્વરોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે.

પાટણમાં ટ્રાવેલ એન્ડ ટુરિસ્ટ ગાઈડ કોર્ષનો સમાપન સમારોહ યોજાયો

રાજ્યમાં સૌપ્રથમ વખત ટ્રાવેલ અને ટુરીસ્ટ ગાઈડ કોર્ષનો પ્રારંભ કરાયો હતો

ગુજરાતનું ગૌરવ અને પાટણના આંગણે આવેલી વિશ્વ ધરોહર રાણકી વાવ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષી રહી છે. ઉપરાંત સહસ્ત્રલીંગ સરોવર અને હસ્તકળાના શ્રેષ્ઠતમ નમૂના સમાન પટોળા પણ પાટણની આગવી ઓળખ છે. ત્યારે રાજ્યભરના અને દેશ-વિદેશના પ્રવાસીઓ તેના ભવ્ય ઈતિહાસથી અવગત થઈ શકે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખની પ્રેરણાથી બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા રાજ્યમાં સૌપ્રથમ વખત ટ્રાવેલ અને ટુરીસ્ટ ગાઈડ કોર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details