પાટણના કલાણા ગામના વતની અને અમદવાદ ખાતે રહેતા નરેન્દ્ર પટેલની દીકરી અને ડોક્ટરનો વ્યવસાય કરતી કિન્નરીએ પોતાના જ ઘરના સભ્યો સામે નારાજગને લઈ પરિવારના સભ્યોના જીવની દુશ્મન બની ગઈ હતી. તેણે પોતાના જ ભાઈ જીગર અને 14 માસની જીગરની દીકરી મહીને એક જ મહિનાના ગાળામાં ધીમું ઝેર આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આરોપી કિન્નરીએ ધતુરાના બીજ અને ઝેરી દવા પાણીમાં ભેળવી ભાઈ અને ભત્રીજીનો જીવ લઈ લીધો હતો. જો કે કિન્નરીની કાળી કરતુત તેના પિતાને થતા તેઓએ તેમની દીકરી વિરૂદ્ધ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાઈ ગયો અને આરોપી યુવતીને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણમાં ભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે કરાઈ હત્યા, બહેનની ધડપકડ
પાટણઃ શહેરના એક પરિવારની દીકરી જ તેના સગા ભાઈ અને 14 માસની ભત્રીજીની હત્યારી બની ગઈ છે. ઘરમાં સામાજિક અસંતોષ અને નારાજગીના કારણે યુવતીએ એક પછી એક ઘરના બે સભ્યોને ધીમું ઝેર આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં હત્યારી બહેનને પોલીસે હિરાસતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કિન્નરીએ આવું કેમ કર્યું? , શા માટે માસુમ 14 માસની પોતાનીજ ભત્રીજીને અને સગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા શું હજુ પણ કિન્નરીના નિશાન પર વધુ એક પરિવારનું સભ્ય હતું ? તેનું ઠોસ કારણ જાણવા હાલ તો પાટણ પોલીસે કિન્નરીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ 14 માસની બાળકીનો મૃતદેહ તેની અંતિમ ક્રિયા કરેલ સ્મશાનની જગ્યાએથી પોલીસે બહાર કાઢી પોસ્ટમોટમ અર્થે મોકલી દીધો છે. તો પોલીસ હિરાસતમાં રહેલ કિન્નરીએ પણ પોતાનો ગુનો પોલીસ સમક્ષ કબુલ કર્યો છે. જો કે આ ઘટનાને માત્ર નારાજગીના લીધે જ અંજામ આપવામાં આવ્યો છે કે, પછી બીજો પણ કોઈ ભેદ છે તેતો પોલીસ તપાસ બાદ જ માલુમ પડી શકે તેમ છે.