પાટણઆગામી વિધાનસભા 2022ની ચૂંટણીને રાજકીય ગરમાવો શરુ થઇ જવા પામ્યો છે, ત્યારે આ વચ્ચે પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરી દ્વારા પણ અર્બુદા સેનાના નેજા હેઠળ બેઠકોનો દોર ધમધમતો કર્યો છે. પાટણ APMC માર્કેટ ખાતે અર્બુદા સેનાનું જિલ્લા કાર્યાલયને (Arbuda Sena office in Patan) વિધિવત રીતે ખુલ્લા મુક્યા બાદ રાધનપુરના દેવ ગામ ખાતે અર્બુદા સેનાની જિલ્લા કારોબારીની બેઠકયોજવામાં આવી હતી. જેમાં નવા ઠરાવ અંગે વિપુલ ચૌધરીએ સરકાર પર (Arbuda Sena Vipul Chaudhary) આકરા પ્રહાર કર્યા હતા.
ચૂંટણીમાં અર્બુદા સેનાની સીધી કોઈ ભૂમિકા નહીં પણ રાજકીય પાર્ટીઓ પર દબાણ તો લાવશે જ - Arbuda Sena Vipul Chaudhary
પાટણમાં અર્બુદા સેનાનું જિલ્લા કાર્યાલય (Arbuda Sena executive meeting in Patan) કાર્યરત કરાયુ છે. પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીએ વિધિવત રીતે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. સાથે જ પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરી સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા. Gujarat assembly elections
સરકાર પર પ્રહાર જેમાં વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સામાન્ય રીતે જે પ્રદેશ કારોબારીમાં જે કોઈ ચર્ચા થઇ હોય તેના ઠરાવોને બહાલી આપવાની હોય છે, પરંતુ પાટણ જિલ્લાએ જે નવા ઠરાવો કર્યા છે. તેનો નોંધ લેવી જોઈએ જે હેતુ ફેર થયા છે, તે અંગે સરકાર પર પ્રહાર કર્યા હતા તો સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા જે પ્રકારે વિપુલ ચૌધરીને સમર્થન આપ્યું છે. જે અંગે પૂછતાં વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે અર્બુદા સેના સામાજિક સમરસતા થકી લોકોને મદદ રૂપ થાય કોઈને અન્યાય ન થાય તેનું કામ કરી રહી છે. Gujarat assembly elections
અર્બુદા સેના ચૂંટણીમાં આ અર્બુદા સેના આગામી 2022ની ચૂંટણીમાં કોને સમર્થન કરશે. જે અંગે વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, અર્બુદા સેના સામાજિક સંગઠન છે. સમાજના ઉત્થાન માટેનું કામ કરશે. સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવાનું કામ કરશે રાજકીય ઠરાવો જે કોઈ કરશે એ રાજકીય પાર્ટીઓ પર દબાણ લાવવાનું કામ કરશે, પરંતુ અર્બુદા સેના ચૂંટણીમાં સીધી કોઈ ભૂમિકા નહિ ભજવે તેમ જણાવ્યું હતું. Arbuda Sena executive meeting in Patan, arbuda sena gujarat