- નવા મહિલા પ્રમુખે વર્ષ 2021- 22 નું બજેટ રજૂ કર્યું
- વિપક્ષના પાંચ સભ્યોએ નોંધાવ્યો વિરોધ
- 39 સભ્યોની બહુમતીથી બજેટ મંજૂર કરાયું
પાટણ: નગરપાલિકાની પ્રથમ અંદાજપત્રીય સામાન્ય સભા નવા વરાયેલા મહિલા પ્રમુખ ગીતા પટેલની અધ્યક્ષતામાં મંગળવારે નગરપાલિકાના સભાખંડ ખાતે મળી હતી. આ સામાન્ય સભામાં અંદાજપત્રના એજન્ડા ઉપર સભાની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે શૂન્યકાળની ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકાની અંદાજપત્રીય સામાન્ય સભા શરૂ થતા એજન્ડા મુજબ ગત સામાન્ય સભાના ખર્ચા ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કેટલાક ઠરાવોમાં સૂધારા કરવા સૂચવવામાં આવ્યું હતું .સન 2020-21ના વર્ષનું પુરવણી અંદાજપત્ર તથા અને ૨૦૨૧-૨૨ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્રમાં વર્ષના અંતે રૂપિયા 183.93 લાખની પુરાંત દર્શાવતા વિરોધ પક્ષના પાંચ સભ્યોએ વાંધો રજૂ કરતાં શાસક પક્ષના ૩૮ અને એક અપક્ષ મળી કુલ ૩૯ સભ્યોની બહુમતીથી આ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃકેશોદ નગરપાલિકાનુ 50 કરોડની પુરાંતવાળુ પ્રથમ બજેટ રજૂ થયું
1,316.08 લાખનો ખર્ચ થવાનો અંદાજ