ગુજરાત

gujarat

ETV Bharat / state

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંજલી મહેતાએ કર્યા નગરદેવી કાલિકા માતાના દર્શન - History of the temple

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah) હિન્દી સિરીયલની(Hindi TV serial) જાણીતી અભિનેત્રી અંજલિ મેહતા ઉર્ફે નેહા મહેતાએ પાટણની મુલાકાત લીધી હતી. દરમિયાન મોટી સંખ્યામાં લોકો અંજલિ મેહતાને મળવા ઉમટી પડ્યા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંજલી મહેતાએ કર્યા નગરદેવી કાલિકા માતાના દર્શન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંજલી મહેતાએ કર્યા નગરદેવી કાલિકા માતાના દર્શન

By

Published : May 6, 2022, 10:59 PM IST

પાટણ: પાટણમાં પોતાના નિવાસ સ્થાને આવેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હિન્દી સિરીયલની જાણીતી અભિનેત્રી અંજલી મહેતા ઉર્ફે નેહા મહેતાએ આજે(શુક્રવારે) પાટણના નગરદેવી કાલિકા માતાના દર્શન કર્યા હતા. ત્યારબાદ મંદિરની સામે આવેલા પ્રાચીન કુંડમાં શિવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. અંજલી મહેતાને જોવા માટે ખાસ કરીને મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હિન્દી સિરીયલ ની જાણીતી અભિનેત્રી અંજલી મહેતા ઉર્ફે નેહા મહેતાએ આજે પાટણના નગરદેવી શ્રી કાલિકા માતા ના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો:Disha Vakani Return to Tarak Mehta Show: દિશા વાકાણીએ દયાના પાત્ર વિશે લીધો નિર્ણય

અંજલી મહેતાએ પૂજા કરી મંદિરનો ઈતિહાસ જાણ્યો - આજે નેહા મહેતાએ પાટણના નગરદેવી કાલિકા માતાના પ્રાચીન મંદિરની મુલાકાત લીધી હતી. અને જિલ્લામાંથી સ્વયંભૂ સંપૂર્ણ મુખારવિંદ સાથે પ્રગટેલા મહાકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારી અશોક વ્યાસે અંજલી મહેતાને વિધિવત રીતે પૂજા કરાવી હતી. મંદિરના ઈતિહાસથી(History of the temple) તેમને વાકેફ કર્યા હતા.

નેહા મહેતા ને જોવા માટે આ પ્રાચીન વાવ ખાતે એકઠા થયેલા લોકો ખાસ કરીને મહિલાઓને તે પ્રેમપૂર્વક મળ્યા હતા

આ પણ વાંચો:Jethalal Gada visit Kutch : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય અભિનેતા જેઠાલાલ પરિવાર સાથે આવ્યા માતાના મઢે

શિવની પૂજા-અર્ચના કરીશું તો સારા માણસ બનવાની શક્તિ મળશે -નેહાએ મહા કાલીના દર્શન બાદ મંદિરની નજીકમાં આવેલા પ્રાચીન કુંડ કે જેનું ગુજરાતના સ્થાપના દિન(Gujarat Founding day) અંતર્ગત ઉત્ખનન કરી જીર્ણોધ્ધાર કરવામાં આવેલું હતું. તે સ્થળની મુલાકાત લઇ અહીં શિવની પૂજા-અર્ચના કરી માથું નમાવ્યું હતું. તેમણે કહ્યું કે 900 વર્ષ જેટલી જૂની આ વાવને કોઈ ધર્મ કે જ્ઞાતિ સાથે જોડ્યા વગર શિવ સમક્ષ શીશ ઝુકાવી પ્રાર્થના કરીશું તો સારા માણસ બનવાની શક્તિ મળશે.

પાટણ ખાતે પોતાના નિવાસ સ્થાને આવેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હિન્દી સિરીયલ ની જાણીતી અભિનેત્રી અંજલી મહેતા ઉર્ફે નેહા મહેતાએ આજે પાટણના નગરદેવી શ્રી કાલિકા માતા ના દર્શન કર્યા હતા.

અંજલી મહેતાનું જાગૃત નગરસેવક દ્વારા સન્માન કરાયું - નેહા મહેતાને જોવા માટે આ પ્રાચીન વાવમાં એકઠા થયેલી મહિલાઓને તે પ્રેમપૂર્વક મળ્યા હતા, તેમજ કેમ છો કહી સૌની પૂછપરછ કરી હતી. લોકોની સાથે હાથ મિલાવ્યા હતા અને આનંદભેર ફોટા પડાવ્યા હતા. આ પ્રસંગે વિસ્તારના જાગૃત નગરસેવક મનોજ પટેલ, આશાબહેન ઠાકોર અને શિવ ગ્રુપ દ્વારા નેહા મહેતાનું બુકે અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details