કોંગ્રેસના 24 સભ્યો દ્વારા પાટણ નગરપાલિકાની ચાર શાખાઓના ચેરમેન બદલવા,યુનિવર્સિટીના સભ્ય બદલવા અને વિવિધ ગ્રાન્ટની ફાળવણીની સત્તા અન્ય સભ્યને સોંપવા બાબતે ખાસ સામાન્ય સભા બોલાવવાની દરખાસ્ત કરાઈ હતી, પરંતુ નિયત સમયમાં ખાસ સામાન્ય સભા નહીં બોલાવવામાં આવતા ચીફ ઓફિસરે કાયદાની જોગવાઇ મુજબ પ્રાદેશિક કમિશ્નર અને જિલ્લા કલેક્ટરને રિપોર્ટ રજુ કર્યો હતો. જે અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવા માટે એજન્ડા રજુ કરાયો હતો.
પાટણમાં કોંગ્રેસનો વિખવાદ વકર્યો, નગરપાલિકાની સામાન્ય સભા ફરીથી મુલતવી - નગરપાલિકામાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે રાજકારણ
પાટણઃ નગરપાલિકામાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે. નગરપાલિકામાં અગાઉ મુલતવી રાખેલી ખાસ સામાન્ય સભા કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે ફરી એકવાર સર્વાનુમતે મુલતવી રાખવામાં આવી હતી.જેથી કેટલાંક સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો.
જેથી નગરપાલિકાના સભા ખંડ ખાતે ખાસ સામાન્ય સભા ફરીથી મળી હતી.જેમાં યુનિવર્સિટીના સેનેટ સભ્યની જગ્યાએ અન્ય સભ્યનું નામ મુકવા,પાલિકાની વિવિધ ગ્રાન્ટની ફાળવણીની સત્તા પ્રમુખની જગ્યાએ કોર્પોરેટરને આપી નિમણુંક કરવા તથા નગરપાલિકાની વિવિધ 6 સમિતિઓના ચેરમેનો બદલી પાલિકાના અન્ય સભ્યોને નિમણૂંક કરવાની માગ સાથેનો એજન્ડા રજુ કરાયો હતો. જેમાં શરૂ થતાં ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે સામાન્ય સભા મુલતવી રાખવાની દરખાસ્ત કરતા તમામ સભ્યોએ સર્વાનુમતે ટેકો આપતા નગરપાલિકાની ખાસ સામાન્ય સભા મુલતવી રહી હતી.નગરપાલિકામાં એક જ જ્ઞાતિના સભ્યોને ચેરમેન પદ આપવા મુદ્દે ભારે વિરોધ જોવા મળ્યો હતો.