ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ RTOમાં 5000ની લાંચ લેતા ACBએ શખ્સને ઝડપી પોડ્યો - PTN

પાટણ: RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની અરજી આપનાર અરજદાર ટ્રેક પર ટેસ્ટ આપવા જતા ટ્રેકના ઓપરેટર દ્વારા ટ્રેકમાં પાસ કરવાના રૂપિયા 5000ની માંગણી કરતા ACBએ રંગે હાથ ઝડપી પડ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 6, 2019, 7:12 AM IST

ACB દ્વારા છટકું ગોઠવી ટ્રેક ના ઓપરેટર કેતુલ પટેલ નામના શખ્સને રંગે હાથ 5000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પડ્યો હતો. ઓપરેટર કેતુલ પટેલે અરજદાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટ્રેક ના ટેસ્ટમાં પાસ કરી આપવાનું કહીને રૂપિયા 5000ની માંગણી કરી હતી. જેને લઈ અરજદાર દ્વારા ACB કચેરીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ACBના સ્ટાફ દ્વારા છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો. આ બનાવ સામે આવતા RTO કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જયારે ઝડપાયેલા ઇસમને ACB ઓફિસ લઈ જઈ વધું કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ RTOમાં 5000ની લાંચ લેતા ACBએ શખ્સને ઝડપી પોડ્યો

ABOUT THE AUTHOR

...view details