ગુજરાત

gujarat

પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક મળી

By

Published : Jan 1, 2021, 9:00 PM IST

નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલીયો કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. જેમાં 17મી જાન્યુઆરીએ યોજાનારા પોલીયો રસીકરણ માટે આયોજનની સમિક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.

પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમ
પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમ

  • પોલીયો રસીકરણને લઈને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી બેઠક
  • 1 લાખથી વધુ બાળકો રસી માટે નોંધાયા
  • રસીકરણ માટે જિલ્લામાં 897 બુથ કરાયા નક્કી

પાટણ : જિલ્લામાં આગામી 17 જાન્યુઆરી, 2021ના રોજથી શરૂ થનારા પલ્સ પોલીયો રસીકરણ માટે 1,80,742 બાળકો નોંધાયેલા છે. જે તમામને રસી આપી શકાય તે માટે જિલ્લામાં 897 બુથ, બસ સ્ટેશન અને બજાર જેવા વિસ્તારોમાં 59 ટ્રાન્ઝિટ પોઈન્ટ ઉપરાંત ઈંટભઠ્ઠા, અગરીયા વિસ્તાર, માઈગ્રેટરી સાઈટ, રોડની આજુબાજુના વિસ્તારોના કામદારના બાળકોના રસીકરણ માટે 208 જગ્યાઓએ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીયો રસીકરણના ગત રાઉન્ડ જાન્યુઆરી,૨૦૨૦માં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના કુલ 1,87,373 બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી.

  • જિલ્લામાં 17થી 20 જાન્યુઆરી સુધી બાળકોને પોલિયો રસી પીવડાવાશે
  • 250 વઘુ બાળકો હોય તેવા વિસ્તારોમાં બે બુથ ઉભા કરાશે

17 જાન્યુઆરી, 2021ના રોજ પ્રથમ દિવસે તમામ બુથ પર તથા 18 અને 19 જાન્યુઆરીના રોજ આરોગ્યકર્મીઓ દ્વારા દરેક ઘરોની મુલાકાત લઈ રસીકરણ માટે બાકી બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. કોરોના વાઇરસ મહામારીને ધ્યાને રાખીને પોલીયોની રસી માટેના બુથ પર વધુ ભીડ એકઠી ન થાય તે માટે 250થી વધુ બાળકો હોય તેવા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ વેક્સિનેશન બુથને સ્પ્લીટ કરી બે મિની બુથ તૈયાર કરવામાં આવશે. પાટણ જિલ્લાના જન્મથી 05 વર્ષ સુધીના બાળકોને પોલીયો રસીકરણમાં આવરી લેવાય અને એકપણ બાળક પોલીયો રસી પીવડાવવાથી વંચિત ન રહે તે હેતુથી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વહીવટી તંત્રના સંલગ્ન વિભાગો અને સ્વૈચ્છીક સંસ્થાઓનો સહકાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details