પાટણઃ SOG PI વાય. બી. જાડેજા સહિત સ્ટાફના માણસો પાટણ ઉંઝા ત્રણ રસ્તા પાસે રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ટાટા સફારી ગાડી ઊંઝા તરફથી પાટણ આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાં બેઠેલા 4 ઈસમો પૈકી યશવંતસિંહ લક્ષ્મણ સિંહ રાજપૂત વાળા પાસેથી એક પિસ્તોલ તથા બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પાટણમાંથી હથિયારો સાથે 5 ઝડપાયા - રવિ કુમાર દશરથભાઈ પંચાલ
પાટણ શહેરમાં ચાલતાં હથિયાર વેચાણના નેટવર્કનો પાટણ SOG પોલીસે પર્દાફાશ કરી 5 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે બે પિસ્તોલ, કારતૂસ, મોબાઈલ, ટાટા ગાડી સહિત 11,16200 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પિસ્તોલ અંગે પૂછપરછ કરતા એક માસ અગાઉ પદ્મનાથ ચોકડી પર આવેલા વેદ ટાઉનશીપના મકાન નંબર 103માં રહેતા મયુર ગીરી ચંદુગિરી ગોસ્વામી પાસેથી લીધી હોવાનું જણાવતા પોલીસે તાત્કાલિક તેના ઘરની ઝડતી લઇ તપાસ કરતા તેના ઘરેથી પણ વગર પાસ-પરવાનાની પિસ્તોલ નંગ-1 મળી આવી હતી.
પોલીસે રૂપિયા એક લાખની કિંમતની બે પિસ્તોલ, બે કારતુસ, 10 લાખની કિંમતની ટાટા ગાડી તથા 16,000 રૂપિયાની કિંમતના 5 મોબાઈલ મળી કુલ રૂ 11,16, 200નો મુદ્દામાલ જપ્ત કરી યશવંતસિંહ લક્ષ્મણ સિંહ રાજપૂત, મયુરગીરી ચંદુગિરી ગોસ્વામી ગાડીમાં પ્રવાસ કરી રહેલા નલિન કુમાર ઉર્ફે રાજકુમાર કાન્તીભાઈ પટેલ, જીતેન્દ્રકુમાર રણછોડભાઈ પટેલ અને રવિ કુમાર દશરથભાઈ પંચાલ સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.