- શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ફરી વધ્યું
- જિલ્લામાં કોરોનાના નવા 46 કેસ નોંધાયા
- આરોગ્ય તંત્ર આવ્યું હરકતમાં
- વધતા જતા કેસોને લઈ લોકોમાં ફેલાયો ફફડાટ
પાટણઃ જિલ્લામાં શનિવારે નોંધાયેલા 46 કેસોમાં પાટણ શહેરના અલગ અલગ વિસ્તારો 12 કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાના માનપુર, સરવા, ધારપુર, હાંશાપુર અને કુણઘેરમાં એક કેસ નોંધાયો છે. તો ચાણસ્મા શહેરમાં પાંચ કેસ, તાલુકાના પલાસર ગામ માં બે, મીઠાધરવા અને રામગઢમાં એક કેસ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં કોરોના ફરી બેકાબૂ બન્યો જિલ્લામાં કોરોનાના નવા 46 કેસ નોંધાયા
સિદ્ધપુર શહેરમાં બે, તાલુકાના બિલીયા ગામમાં 4, હારીજ શહેરમાં એક, તાલુકાના ખડિયા અને બોરતવાડા ગામમાં બે, જ્યારે પીપલાણામાં એક કેસ નોંધાયો છે. આ ઉપરાંત રાધનપુર શહેરમાં ત્રણ, સમી તાલુકાના બાસપા ગામે બે અને ગોધાણા ગામે એક તો સાંતલપુર તાલુકાના ગઢડા ગામમાં એક શંખેશ્વર તાલુકાના પડલા ગામમાં એક કેસ નોંધાયો છે. આમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી કોરોના સંક્રમણ વધ્યું છે.
પાટણ જિલ્લામાં કોરોના ફરી બેકાબૂ બન્યો ●જિલ્લામા કોરોના પોઝીટીવ કુલ આંક તે 3314 ઉપર પહોંચ્યો
● પાટણ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1094 થઈ
● અત્યાર સુધીમાં 72 વ્યક્તિઓના થયા છે મોત
● 192 દર્દીઓના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ
પાટણ જિલ્લામાં વધુ 46 કેસ સાથે કુલ આંક તે 3314 ઉપર પહોંચ્યો છે. જ્યારે પાટણ શહેરમાં 12 કેસ સાથે કુલ 1094 ની સંખ્યા થઈ છે. અત્યાર સુધીમાં 2884 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે .72 વ્યક્તિઓના મોત થયા છે.હાલમાં શંકાસ્પદ 192 દર્દીઓ ના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે. જ્યારે હોસ્પિટલમાં 49 અને 263 દર્દીઓ હોમઆઇશોલેશન હેઠળ કોરોના ની સારવાર મેળવી રહ્યા છે.