ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ધાણીના ભાવમાં 30 ટકાનો વધારો

કોરોના સંક્રમણે આર્થિક મંદી સાથે તહેવારોની ચમક ઝાંખી પાડી છે. રવિવાર અને સોમવારે હોળી-ધુળેટીનો તહેવાર છે, પરંતુ પાટણની બજારમાં શીંગ, ચણા, ખજૂર અને ધાણીમાં અગાઉનાં વર્ષો જેવી ઘરાકી દેખાતી નથી. વેપારીઓના મતે આર્થિક મંદી સાથે આ વર્ષે 30 ટકાનો ભાવ વધારો પણ ઘરાકી ઓછી હોવા પાછળ જવાબદાર છે.

કોરોનાની અસર તહેવારો પર દેખાઈ
કોરોનાની અસર તહેવારો પર દેખાઈ

By

Published : Mar 27, 2021, 9:05 PM IST

  • કોરોનાની અસર તહેવારો પર દેખાઈ
  • બજારોમાં ખરીદીનો માહોલ ફિક્કો
  • ભાવ વધારાની સીધી અસર ઘરાકી પર પડી

પાટણ:હોળી-ધૂળેટીના તહેવારમાં રંગોત્સવ સાથે શીંગ, ચણા, ધાણી અને ખજૂરનું પણ મહત્વ રહેલું છે. આ તહેવાર નિમિત્તે લોકો વિવિધ કલર સાથે કફનાશક ધાણી અને ખજુરની પણ ખરીદી કરતા હોય છે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણ વચ્ચે હોળી-ધુળેટીનો પર્વ મનાવ્યા બાદ આ વર્ષે પણ આ તહેવારને કોરોનાનું ગ્રહણ લાગતા સરકારે રંગોત્સવના આ તહેવાર માટે પ્રતિબંધના આ દેશો સાથે સરકારી ગાઈડલાઈન બહાર પાડી છે. જેને લઇ પાટણની બજારમાં ખરીદીનો માહોલ ફિક્કો દેખાઈ રહ્યો છે.

કોરોનાની અસર તહેવારો પર દેખાઈ

આ પણ વાંચો:કોરોનાની માઠી અસર, ભાડા પર ચાલતી રેસ્ટોરન્ટ થઈ બંધ

વિદેશથી આવતી ધાણી ભારતમાં બંધ થતાં ભાવ વધ્યો

કોરોના અને મંદીના માર વચ્ચે વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં મકાઈની ધાણી પ્રતિ કિલો રૂપિયા 120થી 160, જારની ધાણી રૂપિયા 80થી 120, શીંગ 140થી 160 અને ચણા 120થી 160ના ભાવે વેચાઇ રહ્યા છે. આર્જેન્ટિના, બ્રાઝિલ અને અમેરિકાથી એક્સપોર્ટ થતી મકાઈ ભારતમાં આવતી નથી. મકાઈની ધાણીનું એક્સપોર્ટ બંધ થતાં તેની અસર ભાવ વધારા ઉપર સીધી દેખાઈ રહી છે. જેને કારણે ગયા વર્ષ કરતાં આ વર્ષે 30 ટકાનો ભાવ વધારો થયો છે.

આ પણ વાંચો:પાટણમાં પટોળાના ઉદ્યોગ પર કોરોનાની માઠી અસર

ABOUT THE AUTHOR

...view details