- પંચમહાલમાં કોરોના ગાઈડલાઈનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન
- ગોધરા તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં લોકો ભીડ એકઠી કરી નાચતા જોવા મળ્યા
- 100થી વધુ લોકો નાચતા હોય તેવી વીડિયો વાઈરલ થયો, સરપંચ પણ નાચતા ઝડપાયા
પંચમહાલઃ ગોધરા તાલુકામાં લગ્ન પ્રસંગમાં જુનિધરી બાદ નદીસર ગામેમાં પણ લગ્નના વરઘોડામાં લોકો ડી.જે.ના તાલે કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ઝૂમતા નજરે પડ્યા હતા. તો આ વીડિયો વાઈરલ થયો હતો. જોકે, નદીસર ગામના મહિલા સરપંચ પણ આ વીડિયોમાં નાચતા નજરે પડ્યા હતા. વરઘોડામાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અને સરકારના જાહેરનામાનો છડેચોક કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર ભંગ કરતા જોવા મળ્યા હતા. આ અંકે કાકણપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નવાઈની વાત એ છે કે, ગામના મહિલા સરપંચ પણ કોરોના ગાઈડલાઈનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોય તો બીજાનું શું કહેવું. ગામના સરપંચ પણ બધા નિયમો નેવે મુકીને ડી. જે.ના તાલે ઝૂમ્યા હતા ત્યારે કાકણપુર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે જાહેરનામાનો ભંગ કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.