ગુજરાત

gujarat

ETV Bharat / state

શહેરા પાલિકાના લાખો રૂપિયાના વાહનો મૃત અવસ્થામાં

પંચમહાલ: જિલ્લાના શહેરા ખાતે પાલિકા તંત્ર દ્વારા નગરમાં સાફસફાઈ થાય તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્વીપર વાહનો ખરીદવામાં આવ્યા છે. પાલિકા તંત્રની ઢીલી કામગીરીને કારણે આ વાહનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. જેને લઈને નગરજનોમાં આ વાહનોનો ઉપયોગ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

લાખો રૂપયાના શહેરા પાલિકાના વાહનો મૃત અવસ્થામાં

By

Published : May 9, 2019, 7:47 PM IST

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ સાફસફાઈ કરવામાં આવે તે માટે સ્વીપર વાહન લાખો રૂપિયાના ખર્ચે કરીને ચાર વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું છે. હાલ આ મશીન ધૂળ ખાઇ રહેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્વીપર મશીનની સાથે સાથે એક મીની જેસીબી મશીન પણ બિસમાર હાલતમાં જોવા મળે છે.

લાખો રૂપયાના શહેરા પાલિકાના વાહનો મૃત અવસ્થામાં
એક તરફ સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે શહેરાનગરમાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા સફાઈના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જે નગરજનો વેરા ભરે છે. તેનું કોઈ પરિણામ જોવા મળતું નથી તેમ લાગી રહ્યું છે. આ બાબતે હવે પાલિકાતંત્ર પોતાની આળસ દૂર કરી આ પ્રજાના નાણાંનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details