પંચમહાલમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ બારીયા પોતે ૧૨ મહાર રેજીમેન્ટમાં ફરજ બજાવતા કારગિલના યુધ્ધમાં લડતા-લડતા શહિદ થયા હતા. ખટકપુર ગામે આવેલી પ્રાથમિક શાળાને ભલાભાઈ બારીયાનું નામ આપવામાં આવ્યું છે.
કારગિલ વિજય દિવસઃ શહિદ થયેલા પંચમહાલના શહિદને અપાઇ શ્રદ્ધાંજલિ
પંચમહાલ: કારગિલ યુદ્ધ જીત્યા જેને આજે 20 વર્ષ પૂરા થયા છે. પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામા આવી હતી. કારગિલ યુધ્ધમાં શહિદ થયેલા ભલાભાઇ બારીયાને તેમના વતન શહેરા તાલુકાના ખટકપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શ્રધ્ધાંજલિ અર્પણ કરીને શાળાના બાળકોએ સલામી આપી હતી.
Tribute Kargil martyr
શુક્રવારે કારગિલ વિજય દિવસના ભાગરૂપે શાળાના શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ વીર શહિદ ભલાભાઈની તસ્વીર અને ખાંભી પર પુષ્પાજંલિ અર્પણ કરી હતી. શહિદના ભાઇ અને ભાભીએ પણ ભીંની આંખે શહીદને યાદ કર્યા હતા અને ખાંભી પર પણ ફુલહાર પણ અર્પણ કર્યા હતા. ભારતીય સેનાએ 20 વર્ષ પહેલા દુનિયાની સૌથી મુશ્કેલ જંગ જીતીને દુનિયાને પોતાનો દમ દેખાડ્યો હતો અને પાકિસ્તાની સેનાના સેંકડો જવાનોનો ખાત્મો કર્યો હતો.