સિંધી ચોકડી પાસેના પોલીસ પોઇન્ટથી 100 મીટરના અંતરે આવેલ હરસિધ્ધી કાપડની દુકાનને રવિવારની રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી હતી.દુકાનના આગળનુ શટર કોઈ હથિયાર વડે ઉંચુ કરીને તસ્કર ટુકડી અંદર પ્રવેશ કર્યો હતો.દુકાનની અંદર રહેલ સાડી તેમજ રેડીમેડ કપડાની ચોરી કરીને ચોર ટુકડી ફરાર થઈ ગઈ હતી.
શહેરામાં કપડાની દુકાનને નિશાન બનાવતા તસ્કરો - Gujarati News
પંચમહાલઃશહેરાનગરમાં ચોરટુકડી ધીમેધીમે સક્રિય થઈ રહી છે.ત્યારે નગરના સિંધી ચોકડી પાસે આવેલી કાપડની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાન માલિકના જણાવ્યા અનુસાર 50,000 થી વધુના સાડી અને રેડીમેડ કપડાની ચોરી થઈ હતી. દુકાન માલિક દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
સ્પોટ ફોટો
હાઇવે માર્ગને અડીને આવેલ દુકાનને તસ્કરોને નિશાન બનાવતા અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો, જ્યારે દુકાનદાર શૈલેષભાઇ પરમારે પોતાની દુકાનમાં ચોરી થયાની જાણ પોલીસને કરી હતી. દુકાન માલિક જણાવ્યા અનુસાર 2 દિવસ પહેલા રેડીમેડ કપડાનો માલ સિઝન હોવાથી ફુલ ભર્યો હતો.અને દુકાનમાથી 50,000થી વધુ કિંમતની સાડી અને રેડીમેડ કપડાની ચોરી થઈ હતી. નગરવિસ્તારમાં પાછલા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ બનતા જાણે ચોરટુકડી પોલીસને ખૂલ્લો પડકાર ફેકતી હોય તેમ પ્રતિત થઈ રહ્યુ છે.