ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં સરકારી કચેરીઓમાં દાખલા કઢાવવા વિદ્યાર્થીઓની લાગી લાંબી કતાર

પંચમહાલઃ રાજ્યભરમાં નવું શૈક્ષણિક સત્ર સરૂ થતાં પંચમહાલમાં આવેલી તાલુકા મથકની સરકારી કચેરીઓ તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે અભ્યાસ અર્થે જરૂરી દાખલા કઢાવવા વાલીઓની તેમજ વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 13, 2019, 7:55 PM IST

પંચમહાલ જિલ્લામાં આવેલા તાલુકા મથકો ગોધરાના શહેરા ખાતે આવેલી સરકારી કચેરીઓ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે હાલ વાલી અને વિધાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ધોરણ10-12ના પરિણામો જાહેર થતા અન્ય અભ્યાસક્રમોમાં એડમીશન લેવા માટે આવક અને જાતિ તેમજ નોનક્રિમિલીયર જેવા દાખલાની જરૂર પડતી હોય છે. હાલ શહેરા ખાતે દાખલા કઢાવવા માટે ગરમીના માહોલમાં વાલીઓ અને વિધાર્થીઓ સવારથી જ આવીને લાઈનમાં ઉભા રહેવું પડે છે. એક બાજુ દાખલા માટે ફાળવામાં આવેલા કોમ્પ્યુટર કાઉન્ટરોની સંખ્યા વધારવામાં આવે તે ખાસ જરૂરીયાત છે.

સરકારી કચેરીઓમાં દાખલા કઢાવવા વિદ્યાર્થીઓની લાગી લાંબી કતાર

ABOUT THE AUTHOR

...view details