પંચમહાલઃ કોરોનાના વધતા કેસોને કારણે વેપારી વર્ગ પણ કોરોના વોરિયસની ભૂમિકા નીભાવી રહ્યા છે. ત્યારે ગોધરાના વેપારી વર્ગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે તકેદારીના પગલાં લીધા છે. ગોધરા વેપારી મંડળે આ અંગે જિલ્લા પ્રસાશનને જાણ કરી હતી. વેપારીઓ પ્રજાને સહકાર આપવા માટે આહ્વાન કરી રહ્યા છે. તેમજ વેપારીઓની મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેતા નક્કી કર્યું કે, કોઈ પણ ગ્રાહક માસ્ક વગર વસ્તુ લેવા આવશે, તો તેને સામાન આપવામાં આવશે નહીં.
પંચમહાલ કોરોના અપડેટ
- સક્રિય કેસ- 45
- કોરોના પરિક્ષણ- 7493
- સ્વસ્થ થયેલા દર્દી- 164
- ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 1455
- કુલ મૃત્યુ- 15
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે વેપારી એસોસિએશને એક મહત્વનો નિર્ણય લીધો છે. વર્તમાન સમયમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને દરેક વેપારીઓએ પોતાની દુકાનો ખોલવા માટેનો સમય સવારના 8થી સાંજના 4 કલાક સુધીનો રાખ્યો છે. આ બાબતે ગોધરા વેપારી મંડળે જિલ્લા પ્રસાશનને પણ જાણ કરવામાં આવી છે.