રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુનો કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેની ખાસ ઝુંબેશ શરુ કરાઈ છે. જેને અંગે પંચમહાલ જ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા જિલ્લામાં રહેતા અને શકમંદ ઇસમોની જાણકારી મેળવી તેઓ કોઈ ગુનામાં સંડોવાયેલા છે. કે કેમ તે અંગેની માહિતી મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસ વિનોદ નામના શખસની પુછપરછ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં વિનોદ એ કબુલ્યું હતું. કે એક વર્ષ પહેલા કચ્છ પશ્ચિમના ભચાઉ પોલીસ મથકની હદમાં તેણે તેની પ્રેમિકાની હત્યા કરી હતી. ત્યારપછી તે પંચમહાલ ખાતે આવી ગયો હતો, જે અનુસંધાને પોલીસ દ્વારા ભચાઉ પોલીસનો સપર્ક કરતા ભચાઉ પોલીસ મથકમાં ગત વર્ષ 2018ના નવેમ્બર માસમાં એક અજાણી મહિલાની મૃતદેહ મળી આવ્યો હતો.
પંચમહાલમાંથી હત્યાનો ફરાર આરોપી ઝડપાયો - panchmahal news
પંચમહાલઃ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ભચાઉ પોલીસ મથકના હત્યાના ગુનાનો 1 વર્ષથી ફરાર આરોપીને પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ડેઝર ગામેથી ઝડપી પાડ્યો હતો.
હત્યા કરી નાસતો ફરતો આરોપી ઝડપાયો
જે અનુસંધાને પ્રથમ અકસ્માતનો ગુન્હો નોધવામાં આવ્યો હતો. બાદમાં પીએમ રીપોર્ટના આધારે હત્યાનો ગુનો પણ નોધવામાં આવ્યો હતો. આ ગુનાનો આરોપી વિનોદ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોલીસે પ્રેમિકાની હત્યા કરી 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભચાઉ પોલીસને સોપવાની કાર્યવાહી હાથધરી છે .