શહેરાનગરમાં આવેલા અણિયાદ ચોકડી તેમજ સિંધી ચોકડી વિસ્તારમાં અનાજ કરિયાણાની જથ્થાબંધ તેમજ છુટક દુકાનો આવેલી છે. બપોરના સમય દરમિયાન કરીયાણાનો માલસામાન ભરેલો ટેમ્પો અચાનક કુભારવાડા વિસ્તાર પાસે પલટી ખાઈ જતા ટેમ્પાનો માલસામાન વિખેરાઈ ગયો હતો.
ટેમ્પો પલટી ખાઇ જતા ડ્રાઇવરનો આબાદ બચાવ - save
પંચમહાલ: જીલ્લાના શહેરા નગરમાં અવરજવર વાળા વિસ્તારમાં અનાજ કરિયાણા ભરેલો ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. જેમા ભરેલો માલસામાન રસ્તા પર પથરાઇ ગયો હતો. આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.
ટેમ્પો પલટી ખાઇ જતા ડ્રાઇવરનો આબાદ બચાવ
આ બનાવને પગલે લોકો એકત્રીત થઈ ગયા હતા. આ અકસ્માતમાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો. અત્રે નોધનીય છે કે આ વિસ્તારમા લોકોની ભારે અવરજવર રહે છે. પણ ઉનાળાની સીઝન હોવાથી લોકોની ઓછી ભીડને કારણે મોટી જાનહાની ટળી હતી. શહેરામાં આવેલી દુકાનો પર માલસામાનના પૂરવઠાની અવરજવર કરતા વાહનોમાં ટેમ્પા, ટ્રકો જેવા વાહનો ઓવરલોડ પણ કેટલીક વાર જોવા મળતા હોય છે. આવી માલસામાનની હેરાફેરી સામે જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવે તે જરુરી છે.