મળતી માહીતી મુજબ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા ખાનગીકોલ સેન્ટરમાં નોકરી કરતા કર્મચારીઓ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા આવ્યા હતા. જેઓ મોડી સાંજે વડોદરા પરત ફરી રહ્યા હતા. ત્યારે હાલોલ-પાવાગઢ બાયપાસ પાસે આવેલા ટોલનાકા નજીકમીનીબસના ચાલકે સ્ટીયરીંગ પરથીકાબુ ગુમાવતા મીની બસ પલટી ખાઇ ગઈ હતી.
પાવાગઢ દર્શને આવેલા કોલસેન્ટરના કર્મચારીઓની બસ પલટી, કોઇ જાનહાની નહીં - EMPLOYEE
પંચમહાલ: જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ દર્શનાર્થે આવેલા વડોદરા શહેરના કોલસેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓથી ભરેલી મીની બસ પરત ફરતી વખતે જ્યોતિ સર્કલ પાસે પલટી ખાઇ ગઇ હતી. જેમાં 10 જેટલા કર્મચારીઓને ઇજા પહોંચી હતી.જ્યારે 2ની હાલત ગંભીર થતા વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સ્પોટ ફોટો
આ અક્સ્માતને પગલે 10 જેટલા કર્મચારીઓને ઇજા પહોંચી હતી. આ તમામ કર્મચારીઓનેહાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને તેમાંથી 2 કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચતા તેમને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત અનુસારઘટનાને પગલે કોઇ જાનહાની થઇ નથી.