ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના ગોધરામાં જિલ્લા કક્ષાની પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ - Headquarters Police Parade Grounds

પંચમહાલના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ગોધરામાં આવેલા હેડકવાટરના ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહે જાડેજાએ તીરંગો ફરકાવીને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ પોલીસની વિવિધ ટીમો દ્વારા પરેડમાર્ચ તેમજ બાઈકકરતબો કરવામા આવ્યાં હતા અને વિવિધ ક્ષેત્રમા શ્વેષ્ઠ કામગીરી કરનારાઓનુ સન્માન પણ કરવામા આવ્યું હતું.

પંચમહાલમાં પ્રજાસતાક દિવસની ઉજવણી
પંચમહાલમાં પ્રજાસતાક દિવસની ઉજવણી

By

Published : Jan 26, 2021, 7:13 PM IST

  • પંચમહાલમાં પ્રજાસતાક દિવસની ઉજવણી
  • ગોધરામાં જિલ્લા કક્ષાની પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ
  • ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ તીરંગો ફરકાવીને સલામી આપી

પંચમહાલઃ જિલ્લામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ગોધરાના હેડક્વાર્ટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોચીને તીરંગો ફરકાવીને સલામી આપી હતી. પરેડ કમાન્ડર કે.એન.પરમાર રિર્ઝવ પી.એસ.આઈએ પરેડ નિરીક્ષણ માટે નીમંત્રણ પાઠવ્યુ હતું. ગૃહરાજ્યપ્રધાને પરેડનુ નીરીક્ષણ કર્યુ હતું, ત્યારબાદ પોલીસ વિભાગની પોલીસ મથક, હેડકવાર્ટર, બેન્ડ વિભાગ, મહિલા પોલીસ ટીમ, ડોગ્સ ટીમ, અશ્વદળ સહિત નવ ટીમો દ્વારા માર્ચપાસ્ટ કરવામા આવી હતી.

ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા

જિલ્લામા વિશેષ કામગીરી કરનારાઓને સન્માન પત્ર આપવામા આવ્યાં

પ્રદિપસિંહ જાડેજાએ પ્રાસઁગિક ભાષણમા જણાવ્યું કે, "આજનો દિવસ ગૌરવપુર્ણ દિવસ છે. ભારતનુ બંધારણ અમલમાં આવ્યું. ખરા અર્થમા સ્વતંત્ર બન્યુ. મહાત્માં ગાંધી, સરદાર પટેલ સહિત નામી અનામી વીરોએ દેશની આઝાદીમા સર્વસ્વ નોછાવર કર્યુ. આ બલિદાનને યાદ કરીને દિવ્ય ભવ્ય ભારતના સ્વપનને ફળીભૂત કરવાનું છે. કોરોના મહામારીને લઇને જણાવ્યુ કે, ગુજરાતે એક બનીને મહામાહીનો સામનો કર્યો છે. ગુજરાતનો રીકવરી રેટ 96 ટકાથી વધારે છે. દેશના વૈજ્ઞાનિકો રાહ ચીધી રહ્યા છે. બે સ્વદેશી રસીનો આવિષ્કાર કર્યો છે. રસી આપવાની શરુઆત થઈ ચુકી છે. જિલ્લામા વિશેષ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ, રમતવીરો, વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓને સન્માન પત્ર આપવામા આવ્યાં હતા. પોલીસ હેડકવાટરના પોલીસ કર્મી દ્વારા હેરઅંગેજ કરતબો બાઈક ઉપર કરવામા આવ્યાં હતા. જેમા આખે પાટા બાધીને પાવાગઢ પોલીસ મથકના કર્મી મારુતિસિંહ રાઠોડે કરેલા બાઇક રાઈડીંગને સૌકોઈએ વધાવી લીધી હતી.

પંચમહાલના ગોધરામાં જિલ્લા કક્ષાની પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ

ABOUT THE AUTHOR

...view details