ગુજરાત

gujarat

By

Published : Oct 26, 2019, 5:45 AM IST

ETV Bharat / state

ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરના પરિણામ જાહેર

ગોધરાઃ દિવાળીના તહેવારની શરૂઆત થાય તે પહેલાં ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા પ્રથમ સેમેસ્ટરની વિવિધ વિદ્યાશાખાની લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કર્યા છે.

પરિણામ

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં તા 10-10-2019ના રોજ વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી. જેનું પરિણામ દિવાળીના તહેવાર પહેલા જાહેર કરાયાં છે. માત્ર 13 દિવસના ટૂંકા ગાળામાં 14 જેટલી વિદ્યાશાખાઓના પરિણામ જાહેર કરાયા છે. બાકીના પરિણામ દિવાળી પછી જાહેર કરવામા આવશે. હાલ, યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પણ પરીણામ જોઈ શકાય છે.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાના પરિણામ જાહેર

વિદ્યાશાખાઓની યાદી

  • BTP SEM:2,4,6,
  • FY &SY POST BESIC B.SC NURSING,
  • S.Y & TY B.SC NURSING
  • BCA SEM-3-5
  • BSW SEM-3-5
  • B.ED SEM -3 (OLD)

ABOUT THE AUTHOR

...view details