ગુજરાત

gujarat

ETV Bharat / state

અયોધ્યા ચુકાદો: પંચમહાલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જનજીવન સામાન્ય

પંચમહાલ: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચના અધ્યક્ષ CJIએ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.

godhra

By

Published : Nov 9, 2019, 4:17 PM IST

પંચમહાલના જિલ્લાના ગોધરામાં અયોધ્યા ચુકાદાને શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. ગોધરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં 2002માં ગોઝારી ટ્રેનકાંડાની ઘટના બની હતી. અયોધ્યા કેસના ચુકાદાનોને લઈને ગોધરા શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. પરિસ્થિતિ પર જિલ્લા પોાલીસ વડા નજર રાખી રહ્યા હતાં. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

પંચમહાલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જનજીવન સામાન્ય

ગોધરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જેમાં રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરતી ટ્રેનોમાં પણ ડોગ સ્કોર્ડ દ્વારા મુસાફરોના સામાનની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં જનજીવન સામાન્ય રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સુન્ની વકફ બોર્ડની અરજી નામંજૂર કરી છે. કારણ કે, તેમનો દાવો બંધારણીય રીતે વિવાદિત હોવાથી તેને ફગાવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details