ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરાના હારેડા ગામ પાસેથી નકલી ચલણી નોટ સાથે ૩ ઝડપાયા

પંચમહાલ: રાજ્યમાં નકલી ચલણી નોટોને ઘુસાડવાનું કૌભાંડ વધી રહ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હારેડા ગામ પાસેથી પંચમહાલ SOG પોલીસ દ્વારા રુપિયા 3.69 લાખની જુદા જુદા દરની ચલણી નોટો ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ થયો હતો.

By

Published : Jul 18, 2019, 4:44 PM IST

ગોધરાના હારેડા ગામ પાસેથી નકલી ચલણી નોટ સાથે ૩ ઝડપાયા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલી ચલણી નોટોની ઘુસાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.જેમાં અલગ રીતો દ્વારા ચલણી નોટો રાજ્ય બહારથી લાવવામાં આવી રહી છે.પંચમહાલ પોલીસે બાતમીના આધારે પોલીસે નર્મદા કેનાલ પરથી એક ગાડી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જે બાદ પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી નકલી નોટોના (૧) રૂપિયા 100 ના દરની નંગ-2822 નોટો,એમ કુલ રુપિયા 2,82,200, તો રૂપિયા 200ની દરની નંગ 225 કિમંત રૂપિયા 45000 તથા રૂપિયા 500 ના દરની નંગ 85 નોટો જેની કુલ કિમંત રૂપિયા 42500 હતી.

ગોધરાના હારેડા ગામ પાસેથી નકલી ચલણી નોટ સાથે ૩ ઝડપાયા

આમ મળી કુલ બનાવટી નોટોનો નંગ-3132 જેની કુલ કિમિંત રૂપિયા 3,69,700 ની પોલીસે જણાવી હતી. પોલીસે હાલ આરોપી રમણસિહ બલુસિહ જાદવ,જગદીશ ઉદેસિહ ચૌહાણ અને નટવરસિહ ભારતસિહ ચૌહાણ ની ધરપકડ કરી છે જોકે અન્ય એક આરોપી અજીતસિંહ વાઘજીભાઇ પરમાર જે ફરાર થવામાં સફળ રહ્યો હતો.આમ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ સાથે આ ગુનામાં સંકળાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન ઝડપાયેલા ૩ ઇસમો આ નકલી નોટો ફરાર અજીતસિંહ પાસેથી લેતા હતા જે નકલી નોટોને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ચલણમાં લાવી દેતા હતા અને આ કામ કરવાના તેઓને 45 ટકા જેટલું કમીશન પણ મળતું હતું .

ABOUT THE AUTHOR

...view details