ગોધરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો પરેશાન
પંચમહાલઃ જિલ્લાના વડા મથક ગોધરામાં રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઢોર અડીંગો જમાવી બેસી રહે છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ગોધરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો પરેશાન
ગોધરામાં રસ્તા પર રખડતાં ઢોરથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. શહેરના બસ સ્ટેશન, ચર્ચ વિસ્તાર, પાંજરાપોળ અને ભૂરાવાવ વિસ્તારમાં રખડતા ઢોર રસ્તા પર અડિંગો જમાવે છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ રહ્યાં છે. આ મુદ્દે તંત્રમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. છતાં આજદીન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.