ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરામાં શાળાએ બસ સેવા બંધ કરતા વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં

ગોધરાઃ અનાજ મહાજન શિક્ષણ મંડળ સંચાલિત વિવિધ શાળામાં વિદ્યાર્થીઓ માટે મંડળ દ્વારા પૂરી પાડવામાં આવતી સ્કૂલ બસ સેવા અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે ગોધરાની ન્યુ ઈરા સ્કુલ ખાતે હોબાળો કરી વિરોધ કર્યો હતો.

ગોધરામાં શાળાએ બસ સેવા બંધ કરતા વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં

By

Published : Jul 2, 2019, 4:40 AM IST

ગોધરાના અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યુ ઈરા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષ ઉપરાંત સમયથી શરુ કરવામાં આવેલ સ્કૂલ બસ સેવા અચાનક સોમવારથી બંધ કરી દેવાઈ છે. જેથી સ્કુલ બસથી આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગોધરા તાલુકાના અનેક ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ ચોમાસાની ઋતુમાં સ્કૂલબસ ન આવતા આજે શિક્ષણથી વંચિત રહે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

ગોધરામાં શાળાએ બસ સેવા બંધ કરતા વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં

જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે શાળા સંકુલમાં પહોંચી સ્કૂલ બસ ફરીથી શરુ કરવા માટે સુત્રોચ્ચાર પોકારી હોબાળો કર્યો હતો. નવા સત્રમાં એડ્મીશન થઈ ગયા પછી સંચાલકોએ આ સેવા બંધ કરી દેતા વાલીઓ છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે. પ્રવેશ લઈ લીધા પછી સંચાલકોએ પોત પ્રકાશતા વાલીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ટ્રસ્ટીઓના આ નિર્ણયથી 1500 વિદ્યાર્થીઓ તકલીફમાં મુકાયા છે. સ્કુલબસથી સંસ્થાને મહીને 45 લાખનું આર્થિક ભારણ આવતુ હોવાનો ઉડાઉ જવાબ આપી ટ્રસ્ટીઓ પોતાની ચામડી બચાવી રહ્યા છે.


ABOUT THE AUTHOR

...view details