ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના આ ગામમાં પાણી તો છે, પરંતુ પીવાલાયક નહીં!

પંચમહાલ: જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળો આવતાની સાથે છાશવારે પાણીની સમસ્યાઓ વિકટ બની ગઈ છે. જેમાં શહેરા તાલુકાના ધાયકા ગામમાં આવેલા કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. આ બાબતે તેમણે જવાબદાર તંત્રને પણ રજૂઆત કરી છે, પણ કોઈ પ્રકારનું પરિણામ જોવા મળતું નથી તેવો આક્ષેપ લગાવી રહ્યાં છે.

By

Published : Apr 8, 2019, 4:23 PM IST

સ્પોટ ફોટો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા વડ અને વણકર ફળિયામાં અંદાજિત ૧૦૦૦ જેટલી વસ્તી આવેલી છે. જેમાં પીવાના પાણી માટે હેડ પંપનો આશરો લેવામાં આવે છે. ત્યારે હેન્ડપંપની સખ્યાં સીમિત હોવાને કારણે અહીં હેડપમ્પ પર પાણી ભરવા માટે મહિલાઓની મોટી ભીડ લાગે છે. સાથે જ ગંદકી પણ જોવા મળી રહી છે. આ બાબતે ગ્રામજનો જવાબદાર તંત્રને રજૂઆત કરવા હોવા છતાં કોઈ પરિણામ જોવા મળ્યું નથી.

પંચમહાલના આ ગામમાં પીવાના પાણીના સાંસા...
નવાઈની વાત તો એ છે કે, અહીં પાનમ કેનાલ પસાર થાય છે. જેમાંથી સિંચાઇ માટેનું પાણી ખેતી માટે મળી રહે છે. પરંતુ જે વણાકબોરી જૂથ પાણી પુરવઠા યોજના અમલી છે, તેના માટે ટેન્ક પણ બનાવવામાં આવ્યો છે, તેમાંથી પાણી મળતું નથી. આ બાબતે ગ્રામજનો દ્વારા પાણીની સમસ્યા દૂર થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details