પંચમહાલઃ લોકડાઉનની સ્થિતિમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરા તાલુકામાં લોકોને અનાજ ઓછું મળવાની ફરિયાદો ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને મળી હતી.
શહેરામાં ગેરરીતિ કરનાર દુકાનદાર સામે લેવાયા પગલા, દુકાનનો પરવાનો સસ્પેન્ડ
લોકડાઉનના પગલે ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે .ત્યારે સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શહેરાના વાઘજીપૂર ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા કાર્ડ ધારકોને અનાજ ઓછું આપવાની ફરિયાદ મળી હતી. આ અંગે જાણ જેઠાભાઇ ભરવાડ દ્વારા તાત્કાલિક વાઘજીપૂર જઇને તપાસના આદેશ આપવામાં આવ્યાં હતાં.
જેમાં મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી ગેરરીતિઓ સામે આવતા વાઘજીપૂર ગામની મહિલા સંચાલિકા દ્વારા સંચાલિત સસ્તા અનાજની દુકાનના પરવાનાને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યો છે.