પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ યોજના ખેડૂતો માટે સિંચાઈનું પાણી ગ્રામીણ વિસ્તારોમાં પૂરું પાડે છે. ત્યારે શહેરા નગરના કેટલાક વિસ્તાર અને પંચમહાલ ડેરીમાં પાણી પાનમ યોજનાની પાણીની પાઇપ લાઈન દ્રારા પૂરું પાડવામાં આવે છે.
પંચમહાલ પાણીની પાઇપલાઈન પાંચમી વખત લીકેજ, લોકો પરેશાન - gujarat
પંચમહાલ : શહેરા નગરમાંથી પસાર થતી નાની પાણીની પાઇપલાઇન પાંચમી વખત લીકેજ થતા રોડને ખોદવાની ફરજ પડી હતી.પાણીની પાઈપલાઈન લીકેજ થવાને કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પંચમહાલ પાણીની પાઇપલાઈન પાંચમી વખત લીકેજ, લોકો ત્રાહિમામ
વાટાવછોડા ગામ પાસે,શહેરા નગરની સિધી ચોકડી પાસે, લખારા સોસાયટી પાસે બે વખત પાણીની પાઇપ લીકેજ થતા પાણીનો વેફડાટ જોવા મળ્યો હતો. જોકે તંત્રની રજુઆત બાદ જેસીબી મશીન વડે જયાં રોડની સાઈડ માંથી પાણી લીકેજથતું હતું. તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.આ છાશવારે લીકેજ થવાનું કારણ તંત્ર પણ જાણી શક્યુ નથી.તેમજ ખોદકામના કારણે રોડ પણ કેટલીક જગ્યાએ બિસ્માર જોવા મળી રહ્યો છે.