- પંચમહાલમાં એસઓજીનો સપાટો
- 4 દિવસમાં ઝડપી લીધાં 6 નકલી ડૉક્ટર
- 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો
પંચમહાલઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં હાલ ઘટાડો થયો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વધતું કોરોના સંક્રમણ સરકાર માટે એક પડકાર સમાન હતું, જેને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા મારું ગામ કોરોનામુકત ગામ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું, જે મહદઅંશે સફળ રહ્યું હતું, બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે કેટલાક લેભાગુ વ્યક્તિઓ તબીબ સ્વરૂપે સક્રિય થયાં હતાં. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ઝોલાછાપ બોગસ તબીબો કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વિના તબીબી પ્રેક્ટિસ કરતા તબીબો બિલાડીના ટોપ માફક ઊભા થયાં હતાં, ત્યારે પંચમહાલ જિલ્લા SOG પોલીસ દ્વારા આવા તત્વોને ડામવા માટે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વીતેલા ચાર દિવસ દરમ્યાન પોલીસે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી છ જેટલા આવા બોગસ તબીબોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં નકલી ડૉક્ટર ઝડપાયો, 20 વર્ષથી આપતો હતો એલોપેથીની દવાઓ