ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના શહેરામાં દબાણો હટાવવાની કાર્યવાહીને લઈને મીટીંગ યોજાઈ

પંચમહાલ: શહેરામાં દિન-પ્રતિદિન રસ્તાઓની આસપાસ નાના મોટા દબાણો થવાને કારણે આગામી દિવસોમાં દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરાવાની છે. મામલતદાર તેમજ પાલિકાતંત્રની એક સયુંકત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : May 2, 2019, 3:51 AM IST

પંચમહાલના શહેરા નગર વિસ્તારમાં નાના-મોટા દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. શહેરાની આસપાસ આવેલા રોડની આસપાસ દબાણોને કારણે રસ્તાઓ સાંકડા થઇ ગયા છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ ઉભી થાય છે. આ દબાણો દૂર કરવા માટે શહેરા મામલતદાર મેહુલ ભરવાડની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ખાતે PI એન.એમ.પ્રજાપતિ, પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એમ એ. સોલંકી અને શહેરાના અગ્રણીઓની હાજરીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોડને અડીને આવેલા દબાણો દૂર કરવા અંગે દબાણકારોને જાણ કરવામાં આવશે અને ચર્ચાઓ તેમજ અગ્રણીઓને પણ સહકાર આપવા સૂચન કરવામાં આવ્યુ હતુ.

પંચમહાલના શહેરામાં દબાણો હટાવવાની કાર્યવાહીને લઈને મિટિંગ યોજાઈ
મીટીંગ પૂર્ણ થયા બાદ મામલતદાર PI અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ નોટિસ પાલિકા તંત્ર ની ત્રણ જગ્યા રેલવે સ્ટેશન વિસ્તાર પોલીસ વરસાદની બાજુમાં આવેલો વિસ્તાર હોળી ચકલા વિસ્તારમાં બંધ પડે શાક માર્કેટની મુલાકાત લઇ પસંદગી કરવામાં આવી હતી. હાલમાં નોટિસો આપવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં શહેરામાં કેટલાક દબાણ કર્તાઓએ દબાણો હટાવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details