ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ વનવિભાગે જંગલ વિસ્તારમાં પ્રાણીઓ માટે બનાવ્યા પાણીના કુંડ

પંચમહેલ જિલ્લામાં વન્ય વિસ્તાર નજીક મોટા ભાગના તળાવો અને નાળાઓ સુકાઈ જતાં પ્રાણીઓને અને પક્ષીઓને પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા તેમના માટે પાણીના કુંડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

water tank, Etv Bharat
water tank

By

Published : May 25, 2020, 8:53 PM IST

પંચમહાલઃ હાલ ઉનાળામાં માનવીની સાથે સાથે વન્ય પ્રાણીને પણ પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તેથી વન વિસ્તારમાં પ્રાણી અને પક્ષીઓ માટે કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારે દાહોદ શહેરના સોસાયટી વિસ્તારમાં દિપડો આવી જવાની ઘટના બની હતી. વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસ્તીમાં આવતા હોય છે. ત્યારે વન્ય પ્રાણીઓને પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પંચમહાલ જીલ્લા વન વિભાગ દ્વારા પંચમહાલ જીલ્લાના જંગલ વિસ્તારમાં અગાઉ બનાવવામાં આવેલા પાણીના કુંડમાં પાણી ભરવાની કામગીરી નિયમિત પણે કરવામાં આવી રહી છે. જયારે જીલ્લામાં આવેલા વન વિસ્તારમાં જ્યાં જંગલના પ્રાણીઓની વધુ પડતી અવરજવર નોંધાવા પામી છે તેવા અલગ અલગ વિસ્તારોમાં 15 નવા પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે.

પંચમહાલ વનવિભાગે જંગલ વિસ્તારમાં પ્રાણીઓ માટે બનાવ્યા પાણી ના કુંડ

અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જીલ્લાની કુલ જમીન વિસ્તારના 23.26 ટકા વિસ્તારમાં જંગલ આવેલું છે અને આ જંગલનો 97.80 ટકા વિસ્તાર આરક્ષિત જંગલ વિસ્તાર જાહેર કરવામાં આવેલો છે. હાલમાં નવા બનાવવામાં આવેલા કુંડ ખાસ ડીઝાઇન કરીને બનાવવામાં આવ્યા છે. જેથી જંગલમાં વસતા તમામ પ્રાણીઓ પક્ષીઓ પાણી પી શકે. તેમજ આ કુંડની ફરતે રેતીનું સર્કલ બનાવવામાં આવ્યું છે જેથી પાણી પીવા માટે આવતા પ્રાણીઓ પક્ષીઓના પગના નિશાનના આધારે તેમની ઓળખ કરી શકાય.

પ્રાણીઓ માટે પાણીના કુંડ

હાલ વન વિભાગ દ્વારા પંચમહાલ જીલ્લાના જંગલ વિસ્તારમાં ટેન્કર મારફતે નિયમિતપણે આ કુંડમાં પાણી ભરવાની કામગીરી સાથે સાથે આ કુંડમાં પાણી પીવા આવતા પ્રાણીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details