પંચમહાલ: પાવાગઢની તળેટીમાં આવેલા ઢીંકવા ગામે રહેતા અર્જુન રાઠવાએ પોતાના મોટાભાઈના પુત્ર કેતનભાઈ સરતાનભાઈ રાઠવાને થોડા સમય અગાઉ ઉછીના રૂપિયા આપ્યા હતા. જેમાં ગત તારીખ 5 માર્ચના રોજ અર્જુને પોતાના ભત્રીજા કેતન પાસે ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા કેતને ઉશ્કેરાઈને સગા કાકા અર્જુન પર લાકડી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ કાકાને હોસ્પિટલ ખસેડતાં હાજર ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પંચમહાલમાં રૂપિયાની લેતી દેતી મામલે ભત્રીજાએ કરી કાકાની હત્યા
પંચમહાલના હાલોલ તાલુકાના ઢીંકવા ગામમાં ઉછીના રૂપિયા માગવાના બનાવમાં હત્યા કરવામાં આવી છે. મળતી મહિતી મુજબ કાકાએ ભત્રીજાને અગાઉ ઉછીના રૂપિયા આપીયા હતા. જેથી કાકાએ પોતાના રૂપિયા પરત માગવાથી ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી.
પંચમહાલમાં રૂપિયાની લેતી દેતી મામલે ભત્રીજાએ કરી કાકાની હત્યા
અર્જુન રાઠવાનું મૃત્યુ થવાથી પરિવારે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ભત્રીજાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Mar 8, 2020, 7:10 PM IST